તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • મ્યુ.કોર્પોરેશનની ઝબુક વીજળી દરરોજની પાંચ ડઝન ફરિયાદો

મ્યુ.કોર્પોરેશનની ઝબુક વીજળી દરરોજની પાંચ ડઝન ફરિયાદો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરશહેરમાં રોજ ઉઠીને પાણી, સ્ટ્રીટ લાઇન, કચરાના નિકાલ, ઘરવેરા સહિતના પ્રશ્ને સરેરાશ દૈનિક 135થી વધુ ફરિયાદ એક સપ્તાહમાં મળી હતી. જેમાં સૌથી વધુ રોશની વિભાગની થઇ હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 812માંથી 818 સમસ્યાઓનો ઉકેલ લવાયો હતો, જ્યારે 187 પ્રશ્નો હજુ પડતર પડ્યા છે. શિયાળાના લીધે દિવસે વહેલા અંધારૂ થઇ જાય છે સવારે પણ મોડે સુધી ધુમ્મસનંુ વાતાવરણ હોય છે તેમા બાકી હોય તેમ સ્ટ્રીટ લાઇન ખોટકાથી અનેક વિસ્તારોમાં અંધારપટ્ટ સર્જાય છે. રોજે રોજ રોશની વિભાગમાં ફરિયાદોની ટેલીફોન ઘંટડી રણકતી રહે છે. અંગે મ્યુ.કોર્પો.ના કાર્યપાલક ઇજનેર સી.બી.વ્યાસે જણાવ્યું હતું કે, શહેરમાં 20હજારથી વધુ સ્ટ્રીટ લાઇટો છે તેમાંથી આટલી સંખ્યામાં ફરિયાદો અાવે તે શકય છે મોટા ભાગે વાયરિંગના છેડામાં ક્ષાર થઇ જવો, કે બલ્બ, ટયુબ ઉડી જવી, ચોક, સ્ટાર્ટર ફીટ કરવાનંુ હોય છે. સ્ટ્રીટ લાઇટની સંખ્યા સામે આટલંુ રિપેરિંગ સામાન્ય છે.

ફરિયાદ કેવી રીતે

કરાય છે ?

વિભાગ નવી નિકાલ પડતર

ડ્રેનેજ15 15 14

વો.વર્કસ 127 113 19

ટા.પ્લાનિંગ 12 7 12

ટા.ડેવલપ 29 39 62

એસ્ટેટ 20 14 40

ઘરવેરા 32 37 36

સો.વેસ્ટ 115 115 0

રોશની 383 399 4

ફિલ્ટર 67 67 0

વ્ય.વેરો 12 12 0

સપ્તાહમાં થયેલી રાવ

અરજદારો દ્વારાવિવિધ પ્રશ્નો અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનને રજુઆતો કરવામાં આવે છે. જેમાં કોઇ અરજદાર સંબધિત વિભાગમાં અથવા તો પીઆરઓ વિભાગ અથવા તો કમિશનરને રૂબરૂ રજુઆત કરી શકે છે. એક સપ્તાહમાં 15 ફરિયાદો કમિશનરને કરાઇ હતી.