• Gujarati News
  • ભાવનગર : ભાવનગરજિલ્લામાં સમગ્ર ગુજરાતની સાથે આજે ભારથી અતિ ભારે વરસાદની આગાહી હતી પણ માત્ર બે તા

ભાવનગર : ભાવનગરજિલ્લામાં સમગ્ર ગુજરાતની સાથે આજે ભારથી અતિ ભારે વરસાદની આગાહી હતી પણ માત્ર બે તાલુકામાં હળવા ઝાપટાથી વિશેષ મેઘમહેર વરસતા નગરજનો નિરાશ થયા હતા. આજે માત્ર ભાવનગર શહેર અને...

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર જિલ્લામાં આજે પણ સવારથી ઘટાટોપ વાદળો છવાયા હતા અને હમણા બારે મેઘ ખાંગા થઇને તૂટી પડશે તેવું વાતાવરણ જામ્યું હત પરંતુ દિવસભર માત્ર હળવા ઝાપટા વરસતા ભારે વરસાદની આશા શાખી રહેલા નગરજનો નિરાશ થયા હતા. આજે ભાવનગર શહેરમાં 2 મી.મી. વરસાદ વરસ્યો હતો. જેથી શહેરમાં સિઝનમાં કુલ વરસાદ 625 મી.મી.ના આંકને આંબી ગયો છે. આવું મહુવામાં જોવા મળ્યું જ્યાં આખો દિવસ મેઘમાહોલ છવાયેલો રહ્યો હોવા છતાં માત્ર 6 મી.મી. વરસાદ નોંધાયો હતો. આજના વરસાદથી મહુવામાં સિઝનનો કુલ વરસાદ 542 મી.મી.ના આંકને આંબી ગયો છે. જિલ્લામાં બાકી મેઘવિરામ રહ્યો હતો. ભાવનગર જિલ્લામાં સિઝનનો કુલ વરસાદ 570 મી.મી. છે તેની તુલનામાં અત્યાર સુધીમાં સરેરાશ 460 મી.મી. એટલે કે 80.72 ટકા વરસાદ વરસી ગયો છે. હવે જિલ્લામાં 110 મી.મી. વરસાદની ઘટ રહી ગઇ છે. હજુ વરસાદના ત્રણ નક્ષત્ર હાથિયો, ચિત્રા અને સ્વાતિ બાકી રહ્યાં છે.
આકાશમાં વાદળો ગોરંભાયા પણ મન મૂકીને વરસ્યા નહીં
મેઘાડંબર|જિલ્લામાં સીઝનનો કુલ વરસાદ 80.72 ટકા થયો
સીઝનનો કુલ વરસાદ 25 ઇંચ થયો
વર્ષેઆરંભે ચોમાસુ મોળું રહ્યું પણ બાદમાં બરાબર વરસાદ વરસતા જિલ્લામાં અત્યાર સુધીમાં ત્રણ તાલુકા એવા નસીબદાર છે જ્યાં 20 ઇંચ કે તેથી વધુ વરસાદ વરસી ગયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ભાવનગર શહેરમાં 625 મી.મી. એટલે કે બરાબર 25 ઇંચ વરસાદ વરસી ગયો છે. તો મહુવામાં કુલ વરસાદ 542 મી.મી. અને ઉમરાળામાં કુલ વરસાદ 516 મી.મી.ના આંકને આંબી ગયો છે.
ગોહિલવાડમાં ભારે વરસાદની આગાહી વચ્ચે માત્ર ભાવનગર અને મહુવામાં હળવા ઝાપટા વરસ્યા