• Gujarati News
  • ભાવનગર. 10 સપ્ટેમ્બર ભાવનગરજિલ્લામાં વખતે સિઝનનો વરસાદ તો 81 ટકાથી વધુ થઇ ગયો છે પરંતુ જિલ્લાના જળ

ભાવનગર. 10 સપ્ટેમ્બર ભાવનગરજિલ્લામાં વખતે સિઝનનો વરસાદ તો 81 ટકાથી વધુ થઇ ગયો છે પરંતુ જિલ્લાના જળાશયોમાં હજુ માંડ 47 ટકા જેટલો જથ્થો સંગ્રહ થયો છે. કુલ સ્ટોરેજ કેણેસિટી 430.54 મિલીયન ક્યુબિક મીટર...

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અત્યારની સ્થિતિએ જિલ્લામાં બગડ અને ઘેલો બે ડેમોને એલર્ટ પર મુકાયા છે. જ્યારે બોટાદ જિલ્લા હેઠળનો કાળુભાર સંપૂર્ણ ભરાયલો છે તો માલપરાને એલર્ટ પર મુકાયો છે.
ભાવનગર જિલ્લામાં મહુવા નજીકનો બગડ ડેમ કુલ 11.18 મિલીયન ક્યુબિક મીટર પાણીની સંગ્રહ શક્તિ ધરાવે છે તેની સામે અત્યાર સુધીમાં તેમાં 8.28 મિલીયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહ થતા તે 74.05 ટકા ભરાયેલો છે અને રીતે ઘેલો 1 જેમાં 10.09 મિલીયન ક્યુબિક મીટર પાણીની સંગ્રહ ક્ષમતા છે તે ડેમમાં 8.07 મિલીયન ક્યુબિક મીટર પાણી ભરાયેલું હોય તે 79.96 ટકા ભરાયેલો હોય
અનુસંધાનપાના નં.11
બન્નેડેમને એલર્ટ કરાયા છે. ઉપરાંત બોટાદ તાલુકાનો કાળભાર ડેમ 100 ટકા ભરાયેલો છે.તે હાઇ એલર્ટ પર મુકાયો છે. તો માલપરા ડેમ પણ 82.66 ટકા ભરાયેલો હોય તેને એલર્ટ કરાયો છે.
જિલ્લાના બે જળાશયો 70 ટકાથી વધુ ભરાયા
મહેર | કાળુભાર ડેમ 100 % ભરાઇ ગયો
બગડ અને ઘેલો 70 ટકાથી વધુ ભરાતા બન્નેનેે તંત્રવાહકો દ્વારા એલર્ટ જાહેર કરાયા