મહાનગરપાિલકાની 1-4-199

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર.18 ઓક્ટોબર

ઘરવેરાની 1997ની પદ્ધતિ હાઈકોર્ટે રદ કર્યાં બાદ વેલ્યુબેઈઝની આકારણીથી કરદાતાઓનો મરો થઈ જતા અંતે હાઈકોર્ટની પેનલ વકીલના અિભપ્રાય મુજબ 97ની નીતિ અનુસાર જે કોઈ મિલ્કત ધારક રકમ ભરપાઈ કરવા સહમતી આપે તો રકમ વસુલવા આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટિમાં મંજુર કરી સભામાં મોકલી આપેલ છે.


મહાનગરપાિલકાની 1-4-1997ની કરપદ્ધતિને છેલ્લા લાંબા સમયથી ચાલતા િવવાદનો અંત આવતા આજે મળેલી સ્ટેિન્ડંગ કમિટિમાં જો કોઈ મિલ્કતધારક 1997ની કરપદ્ધતિ મુજબ વેરો ભરપાઈ કરવા સહમતી આપે તો રકમ વસુલવા કમિટિએ મંજૂરીની મહોર લગાવી સભાને મંજૂરી માટે મોકલાયો છે.

અનુસંધાનપાના નં. 7

તદ્દઉપરાંતગૌરીશંકર તળાવની એચ.એફ.એલ. લાઈનની જીઓસ્પેશીયલ ડીમાર્કેશન કરવાના કામ માટે રૂા.1,59,500નો ખર્ચ મંજુર કરવા, સહિતના ઠરાવોને બહાલી અપાઈ હતી. જ્યારે કેમ્પસ પ્લાનીંગમાં પોલીસી નક્કી કરવા લીગલ અભિપ્રાય માટે મુદ્દો પેન્ડીંગ રખાયો હતો. તેમજ અધ્યક્ષસ્થાનેથી તરસમીયા િફલ્ટ્રેશનથી શહેર ફરતી સડકનો આર.સી.સી. રોડ, પેવીંગ બ્લોક, રોડ સહિતના બાંધકામના 8 કામોને મંજુર કરાયા હતા.

97ની નીતિ મુજબ વેરો વસુલવા સ્ટેિન્ડંગની મંજૂરી

ભાવનગરના કરદાતાની સહમતીથી વેરો વસુલવા હવે મ્યુ.કોર્પો. બોર્ડમાં િનર્ણય કરાશે

કમિટી| કેમ્પસ પ્લાનીંગ પેિન્ડંગ