તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • કોળી સેના દ્વારા વિશાળ રેલી

કોળી સેના દ્વારા વિશાળ રેલી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમસ્તકોળી સમાજના ઇષ્ટદેવ સમ્રાટ વિર માંધાતાના જન્મદિનની ઉજવણી નિમીત્તે શહેરમાં રવીવારે વિશાળ રેલી યોજાઇ હતી. રેલીમાં બહોળી સંખ્યામાં આબાલવૃધ્ધ જ્ઞાતિજનો ઉત્સાહભેર જોડાયા હતા.

કોળી સમાજના ઇષ્ટદેવ સમ્રાટ વિર માંધાતાના જન્મદિન નિમીત્તે ભાવનગર શહેર સમસ્ત કોળી સમાજની કોળી સેના દ્વારા રવિવારે વિશાળ રેલી યોજાઇ હતી. કોળી સમાજના વિવિધ ક્ષેત્રના આગેવાનો અને હોદેદારોના નેતૃત્વ તળે આયોજીત રેલીમાં બહોળી સંખ્યામાં યુવાનો અલગ-અલગ વાહનોમાં ગગનભેદી નારાઓ સાથે નિકળ્યા હતા.

સુશોભિત રથ અને અવનવા ફલોટસ સાથેની વિશાળ રેલી શહેરના જુદા-જુદા રાજમાર્ગો પર વાજતે ગાજતે ફરી હતી. વિશાળ રેલીમાં જોડાયેલા ફલોટસે લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યુ હતુ. રેલીના માર્ગોની બંને બાજુ લોકોની ભારે ભીડ દ્રશ્યમાન થતી હતી. માર્ગમાં ઠેર-ઠેર રેલીમાં જોડાયેલાઓનું સ્વાગત કરાયુ હતુ.

રેલીમાં માત્ર ભાવનગર શહેર િજલ્લા નહીં સૌરાષ્ટ્ર-ગુજરાતના ગામે ગામથી કોળી સેના અને સમાજના આગેવાનો તેમજ કાર્યકરો જોડાય હતા અને સમગ્ર આયોજનને યાદગાર બનાવ્યું હતું.