તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • 12 ડિગ્રીએ 13 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતા ઠંડીનું મોજુ

12 ડિગ્રીએ 13 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતા ઠંડીનું મોજુ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરશહેરમાં સંક્રાંતિના પર્વ બાદ ઠંડીનું મોજુ દિન પ્રતિદિન વધુને વધુ તીવ્ર થતું જાય છે. ગઇ કાલે શહેરનું લઘુત્તમ ઉષ્ણતામાન 13.5 ડિગ્રી સેન્ટીગ્રેડ હતું જે આજે દોઢ ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને 12 ડિગ્રી સેન્ટીગ્રેડે આવી જતા ઠંડીનું મોજું વધુ તીવ્ર થયું છે. તેમાં આજે પણ શહેરમાં સરેરાશ 13 કિલોમીટરની ઝડપે ઉત્તર પૂર્વની દિશાનો સૂકો અને ટાઢોબોળ અનુસંધાનપાના નં.9

પવનફૂંકાતો રહેતા રાત્રે તો ઠંડી ડિસેમ્બરના મધ્ય જેવી અનુભવાઇ હતી.

ભાવનગર શહેરમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. રાત્રિનું લઘુત્તમ ઉષ્ણતામાન 12 ડિગ્રીએ આવી જતા આજે વહેલી સવાર અને મોડી સાંજથી વાતાવરણમાં ઠંડક પ્રસરી વળી ગઇ હતી. ટાઢાબોળ સૂકા પવનના કારણે શરદી અને ઉધરસના દર્દીઓ વધી રહ્યાં છે. શહેરમાં સતત ત્રીજા દિવસે 13 કિલોમીટરની સરેરાશ ઝડપે પવન ફૂંકાતો રહ્યો હતો. તો શહેરનું મહત્તમ તાપમાન 26.3 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ આમ, જાન્યુઆરી માસના તૃતિય સપ્તાહમાં ઠંડીનું મોજું તીવ્ર બની રહ્યું છે.