• Gujarati News
  • રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદરમાં વિદેશી પ્રવાસીઓનો ધસારો

રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદરમાં વિદેશી પ્રવાસીઓનો ધસારો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરનજીકના રાિષ્ટ્રય ઉદ્યાન વેળાવદરમાં વિદેશી પ્રવાસીઓનો ધસારો વધ્યો છે. ભૌગોલિકાની વિશેષતા સાથે કાિળયારોને નિહાળવા અહીં વર્ષ દરમિયાન 10 હજારથી વધુ લોકો ઉદ્યાનની મુલાકાત લઇ રહ્યા છે. તેમાય ખાસ કરીને છેલ્લા બે સપ્તાહમાં નોંધપાત્ર ધસારો જોવા મળી રહ્યો છે. નોંધનિય છે કે, અહીં કાિળયારોનો સમૂહ નિહાળવાનો એક લ્હાવો છે.

વાયબ્રન્ટ ગુજરાતની ઉજવણી ગાંધીનગરમાં થઇ રહી છે તેની સાથો સાથ ભાવનગરનો પણ નાતો જોડાયો હોય તેમ છેલ્લા બે સપ્તાહમાં કાળિયાર ઉદ્યાનમાં વિદેશી પ્રવાસીઓનો ધસારો વધ્યો છે. અહીં રાષ્ટ્રિય કક્ષાએ સ્થાન પામેલા ઉદ્યાનમાં કાિળયારોનો સમૂહ વસવાટ નિહાળવા માટે પ્રવાસીઓનો ક્રેઝ રહે છે. માત્ર વિદેશી પ્રવાસીઓ નહીં પણ અહીં સ્થાનિક લોકોનો પણ ભારે ધસારો જોવા મળી રહ્યો છે. વર્ષે માત્ર વિદેશી પ્રવાસીઓનો આંક આઠસોને વટાવી જશે તેવી શક્યતાઓ સૂત્રોએ વ્યકત કરી છે.

અહીં પ્રવાસીઓ મોટા ભાગે એકાદ બે િદવસનંુ રોકાણ કરી રહ્યા છે. તો બીજી બાજુ પણ હકીકત છે કે, પ્રવાસીઓના ધસારા સાથે સરકારની આવક પણ વધી રહી છે.

16 અોકટો.થી31 માર્ચ સુધીમાં આવેલા વિદેશી પ્રવાસીઓ

270

કાળિયારોની સંખ્યાઉદ્યાન અંદર- બહાર

4000

લાખ ત્રણ મહિનામાં ફીની થયેલી આવક

6.14

ત્રણ મહિનામાંઉદ્યાનમાં આવેલા પ્રવાસી

7009

^અહીં ઘાસના મેદાનમાં કુદતા કાળિયારો અહીંની વિશેષતા છે,પણ છેલ્લા કેટલાક વર્ષથી અહીં રહેવા જમવાની સુવિધા હોવાથી પ્રવાસીઓ આવતા થયા છે. હાલમાં અહીં ચાર રૂમ, બે ડોર મેટ્રીની સગવડા છે. > જી.એ.ઝાલા,નાયબવન સરક્ષણ

રહેવાની સુવિધા

હોવાથી લોકો આવે છે