તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • હવેથી જિલ્લાની ચુનંદી પ્રાથમિક શાળામાં ધો.10 સુધી ભણી શકાશે

હવેથી જિલ્લાની ચુનંદી પ્રાથમિક શાળામાં ધો.10 સુધી ભણી શકાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતનાશિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની 500 જેટલી પ્રાથમિક શાળાઓમાં ધો.10 સુધીનો અભ્યાસ થઇ શકે તેવી સુવિધા પૂરી પાડવાનો નિર્ણય લેવાયો છે જેમાં ભાવનગર જિલ્લાની 63 પ્રાથમિક શાળાઓમાં ધો.10 સુધીનો અભ્યાસ કરી શકાશે. પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ માધ્યમિક શાળાઓ દુર હોવાથી જેઓ ધો.10 સુધીનું શિક્ષણ નથી મેળવી શકતા તેના માટે સુવિધા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

ભાવનગર સહિ‌ત સમગ્ર રાજ્યમાં અંગે ચહલપલહ શરૂ થઇ ગઇ છે. માટે શિક્ષણ વિભાગે એવી શાળાઓની પસંદગી કરી છે કે જ્યાંથી સાત કિલોમીટરના વિસ્તારમાં ધો.10 સુધીનો અભ્યાસ કરી શકાય તેવી માધ્યમિક શાળા આવી હોય. આવા સ્થળોએ પ્રાથમિક શાળાઓની પસંદગી કરી ત્યાં ધો.10 સુધીનું શિક્ષણ આપવાનો નિર્ણય કરવામાં આવશે. શાળાઓ અંગે જિલ્લા કક્ષાએ શિક્ષણાધિકારી કક્ષાએથી રિપોર્ટ આવી ગયો છે અને હવે અંતિમ નિર્ણય રાજ્ય કક્ષાએ લેવામાં આવશે. નિર્ણયથી સેંકડો વિદ્યાર્થી‍ઓને ધો.10 પાસ થવામાં મદદ મળશે.

જ્યાંથી સાત કિલોમીટરના વિસ્તારમાં માધ્યમિક શાળા આવી હોય તેવા વિસ્તારમાં પ્રાથમિક શાળા પસંદ કરી ત્યાં ધો.10 સુધીનું શિક્ષણ આપી શકાય તેમ છે કે નહીં તેમાં અભ્યાસને લગતી તમામ આંતરમાળખાગત સુવિધાઓ છે કે નહીં તેવી તમામ વિગતોની ચકાસણી કરાયા બાદ શિક્ષણ વિભાગ દ્વારા 500 શાળાઓની પસંદગી કરી છે અને ત્યાં પ્રાથમિક શાળામાં ધો.10 સુધીનું શિક્ષણ આપવા નિર્ણય કરવામાં આવશે.

આવી શાળાઓમાં ધો.10નો અભ્યાસ શરુ થઇ ગયા બાદ એક વિભાગ નહીં પણ પ્રાથમિક અને માધ્યમિક એમ બે અલગ-અલગ વિભાગ ગણવામાં આવશે. રાજ્યમાં સૌથી વધુ શાળાઓ બનાસકાંઠામાં 76 શાળાની પસંદગી કરવામાં આવી છે ત્યાર બાદ ભાવનગર જિલ્લાનો 63 શાળાઓ સાથે નંબર આવે છે.

કયાં કેટલી શાળા ?

જિલ્લોકેટલી શાળા

ભાવનગર 63

જૂનાગઢ18

પોરબંદર03

અમરેલી15

જામનગર04

રાજકોટ11

સુરેન્દ્રનગર12

^અમને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કેટલાક નિ‌શ્ચિ‌ત માપદંડ આપી દેવાયા હતા જેમ કે એક તો ગામમાં માધ્યમિક શાળા હોવી જોઇએ, પ્રાથમિક શાળા હોય તેમાં 300ની સંખ્યા હોવી જોઇએ. શાળામાં માળખાગત વ્યવસ્થા હોવી જોઇએ આવા બધા માપદંડથી સર્વેનું કામકાજ થયું અને હવે અંગે અંતિમ નિર્ણય સ્કૂલ ઓફ કમિશનર દ્વારા લેવામાં આવશે. > વી.ડી.વરૂ,જિલ્લાપ્રાથમિક શિક્ષણાધિકારી, ભાવનગર

હવે અંતિમ નિર્ણય લેવાશે