તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • બોરતળાવની હદ નક્કી કરવા જીઓ સ્પેશીયાલીસ્ટ દ્વારા એચ.એફ.એલ.નો સર્વે કરી

બોરતળાવની હદ નક્કી કરવા જીઓ સ્પેશીયાલીસ્ટ દ્વારા એચ.એફ.એલ.નો સર્વે કરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોરતળાવની હદ નક્કી કરવા જીઓ સ્પેશીયાલીસ્ટ દ્વારા એચ.એફ.એલ.નો સર્વે કરી ડીમાર્કેશન કર્યું છે. પરંતુ િચત્રા િફલ્ટ્રેશન સામે બોરતળાવની એચ.એફ.એલ.ની અંદરની સર્વે નં.247 પૈકીની જમીનની માિલકી માટે બી.એ.પી.એસ. ટ્રસ્ટ અને ભાવનગર મહાનગરપાિલકા વચ્ચે છેલ્લા ઘણા સમયથી તકરાર શરૂ છે ત્યારે બી.એ.પી.એસ.એ હાઈકોર્ટમાં કરેલી અપીલ ફગાવી દેતા આજે મહાનગરપાિલકાની વોટર વર્કસ િવભાગના કાર્યપાલક ઈજનેર સુરેશ ગોધવાણી, રાજેશ શુકલા, ગિરીશ હુંણ, અડવાણી, દબાણ હટાવ સેલના વડા િદપક જાની સહિતની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે દબાણો પર બુલડોઝર ફેરવ્યું હતું અને 15 વીઘા જેટલી જમીન ખુલ્લી કરાઈ હતી. તેમજ ચોકીદાર પણ મુકાયા હતા.

ભાવનગર : શહેરનાબોરતળાવની ડુબની જમીનમાં દબાણોનો િવવાદ વર્ષોથી ચાલે છે ત્યારે ચિત્રા ફિલ્ટ્રેશન સામે આવેલ બોરતળાવની એચ.એફ.એલ.ની અંદરની જમીનના દબાણો પર આજે પોલીસ બંદોબસ્ત સાથે કોર્પોરેશને બુલડોઝર ફેરવ્યું હતું.

બોરતળાવ ખાતેની ડૂબની જમીનના દબાણો હટાવાયા

માલિકીપણા માટે ધાર્મિક ટ્રસ્ટની અપીલ હાઈકોર્ટે િરફર કરતા કલેકટરે રદ કરી હતી

લાંબા સમયના િવવાદ બાદ ઓપરેશન