• Gujarati News
  • ભાવનગર : મહારાજાકૃષ્ણકુમારસિંહજી ભાવ. યુનિ.માં એક્સટર્નલ વિભાગમાં વખતે ઓનલાઇન પ્રવેશ

ભાવનગર : મહારાજાકૃષ્ણકુમારસિંહજી ભાવ. યુનિ.માં એક્સટર્નલ વિભાગમાં વખતે ઓનલાઇન પ્રવેશ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : મહારાજાકૃષ્ણકુમારસિંહજી ભાવ. યુનિ.માં એક્સટર્નલ વિભાગમાં વખતે ઓનલાઇન પ્રવેશ કાર્યવાહીમાં ફોર્મ ભરવાનો અંત આવ્યો છે અને ઓનલાઇન કુલ 4800થી વધારે ફોર્મ ભરાયાનું જાણવા મળ્યું છે. હવે આગામી દિવસોમાં કોમર્સમાં અોનલાઇન પ્રવેશ પ્રક્રિયાનો આરંભ થશે.

યુનિ.માં એક્સટર્નલમાં

4800થી વધુ ફોર્મ ભરાયા

યુનિ.માં આગામી તા.1 ડિસેમ્બરથી બી.કોમ.એક્સટર્નલમાં પ્રવેશ પ્રક્રિયાનો થશે આરંભ

10 ડિસેમ્બર સુધી પ્રક્રિયા શરુ રહેશે

યુનિ.ની બાહ્ય અભ્યાસક્રમ વિભાગની વેબસાઇટ ઉપર ગત તા.19 નવેમ્બરથી ફક્ત ફ્રેશ વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન પ્રવેશનો આરંભ થયો હતો અને તે ગઇ કાલ રાત્રેે પૂર્ણ થઇ ત્યાં સુધીમાં 4800થી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હોવાનું જાણવા મળ્યું છે. આર્ટસ અને કોમર્સના પાર્ટ 1 અને પાર્ટ 2માં ઉમેદવારોની અરજી આવી છે. હવે આગામી તા.1 ડિસેમ્બરથી એક્સટર્નલમાં પ્રથમ,દ્વિતીય અને તૃતિય વર્ષ બી.કોમ.માં ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયાનો આરંભ થવાનો છે. પ્રક્રિયા તા.1 ડિસેમ્બરથી તા.10 ડિસેમ્બર સુધી સવારે 11થી બપોરના 2 વાગ્યા સુધી શરૂ રહેશે.