• Gujarati News
  • અંડર 16 : ક્વા.ફાઇનલમાં જ્ઞાનમંજરી હાઇ.નો વિજય

અંડર-16 : ક્વા.ફાઇનલમાં જ્ઞાનમંજરી હાઇ.નો વિજય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંડર-16 : ક્વા.ફાઇનલમાં જ્ઞાનમંજરી હાઇ.નો વિજય

ભાવનગર| ભાવનગરસિટી ક્રિકેટ એસોસિએશન અને સર ભાવસિંહજી ક્રિકેટ કલબના સંયુક્ત ઉપક્રમે આજથી શરૂ થયેલી અંડર-16 આર.ડી.ઝાલા ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્ના.માં આજે રમાઇ ગયેલી ક્વાટર ફાઇનલ મેચમાં ઘરશાળા હાઇ. સામે જ્ઞાનમંજરી હાઇસ્કૂલનો વિજય થયો હતો. સર બીસીસીના મેદાન ખાતે રમાતી ટુર્ના.માં ઘરશાળાની ટીમ 26.1 ઓવર્સમાં 57 રને ઓલઆઉટ થઇ ગઇ હતી. જેમાં હર્ષ દસાડીયાના 10, પવનના 11 રન મુખ્ય હતા. મેન ઓફ મેચ બનેલા ભાવિન સોલંકીએ 5 વિકેટો ખેડવી હતી.જ્ઞાનમંજરી હાઇ.ની ટીમે 8.2 ઓવર્સમાં 2 વિકેટે 58 રન બનાવી સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી. જેમાં અંશુમનના 17, રાહીના 15 રન મુખ્ય હતા.