• Gujarati News
  • કેબીન કે લારીમાં વીજ જોડાણ આપનાર દંડાશે

કેબીન કે લારીમાં વીજ જોડાણ આપનાર દંડાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : િદવાળીનાતહેવારોમાં દૂકાનની આગળ ગેરકાયદે ઉભા રખાતા કેબીનો કે લારીઓમાં જોડાણ આપનાર સામે વીજ તંત્ર પગલા ભરશે, તેવી િચમકી ઉચ્ચારી છે. જનરેટરનો ઉપયોગ કરવો હોય તો વીજ કંપનીની મંજુરી લેવી જરૂરી છે. અાવા ગ્રાહકોના વીજ કનેકશનો કપાઇ પણ શકે છે. વીજ ગ્રાહકોએ ખરેખર માંગેલો વીજ ભારથી વધુ વપરાશ કરે તો તેનંુ ચેિકંગ કરાશે વધુમાં એક ગ્રાહકે બીજા ગ્રાહકને વીજ જોડાણ આપી શકે નહીં. વીજ સૂત્રોના જણાવ્યા મુજબ િદવાળીના તહેવારોમાં રોશની કરવામાં વીજ વપરાશ વધે છે તેથી વીજ પુરવઠો ઓછો બળે તે માટે ન્યુનતમ વોટની સીરિઝની રોશની કરવા અનુરોધ કરાયો છે. વીજ ગ્રાહક ગેરકાયદેસર બીજાને જોડાણ આપશે તો તેનંુ જોડાણ સ્થગિત કરી દેવાશે તેમ પણ વીજ તંત્રએ જણાવ્યંુ છે.