• Gujarati News
  • કારોબારી ઠરાવનો અમલ નહિ કરનાર અધિકારીનો પગાર કટ

કારોબારી ઠરાવનો અમલ નહિ કરનાર અધિકારીનો પગાર કટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લા પંચાયતની આજે મળેલી કારોબારી સમિતિમાં અધિકારીઓની મુનસુફી અને બેદરકારીને લઇ ચેરમેન મુળજીભાઇ મિયાણી અને સભ્યોઅે ભારે આક્રોશ ઠાલવ્યો હતો. જિલ્લા પંચાયત બિલ્ડિંગમાં સીસીટીવી કેમેરા મુકવા માટે એક વર્ષ પૂર્વે કારોબારી સમિતિએ ઠરાવ કર્યો હતો. પરંતુ આજ સુધી તંત્રએ તેની અમલવારી કરી નથી જે સંદર્ભે કારોબારી સમિતિમાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીને આડે હાથ લીધા હતા. અને સ્વભંડોળમાંથી ખર્ચ કરવાનો હોવા છતાં સીસીટીવી કેમેરાની મંજુરી માટે જિ.પં. દ્વારા રાજય સરકારમાં મોકલતા તંત્રની આડે પાટે ચડાવવાની વૃત્તિ સામે લાલચોળ થઇ ગયા હતા. તેમજ કારોબારી સમિતિમાં થયેલ ઠરાવ અને નિર્ણયની આગામી કારોબારીમાં અમલવારી નહિ કરાય તો જવાબદાર અધિકારી સામે પગાર કપાત સુધીના ઠરાવ કરવા ચેરમેન મુળજીભાઇ મિયાણીએ ચીમકી આપી હતી. નવા સભાખંડની સુધારેલી પરંતુ ક્ષતિવાળી સાઉન્ડ સીસ્ટમ માટે રૂ.1,10,000નો ખર્ચ મંજૂર કરવાના કાર્યોમાં પણ અધિકારીને ઉંધે કાન નાખ્યા હતા. સાઉન્ડમાં સુધારો કર્યો નથી અને તેનો ખર્ચ મંજૂર કરવા સામે રોષ સાથે ખર્ચ નામંજુર કરી પ્રથમ સાઉન્ડ સુધાર્યા બાદ મંજૂર કરવા નિર્ણય કરાયો હતો. જયારે અધ્યક્ષ સ્થાનેથી પાંચ આર્યુવેદ દવાખાનાને રૂ.ત્રીસેક લાખના ખર્ચે રિપેરીંગ કરવાનો ખર્ચ મંજૂર કરાયો હતો.