• Gujarati News
  • કોર્પો.નો વેરો ભરવાની ઝંઝટમાંથી મુક્તિ : આજથી ઓનલાઇન પેમેન્ટ

કોર્પો.નો વેરો ભરવાની ઝંઝટમાંથી મુક્તિ : આજથી ઓનલાઇન પેમેન્ટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહાનગરપાિલકાએ ભાવનગરની પ્રજાને દિવાળીની ભેટ આપી હોય તેમ ટેક્સ ભરવામાં પડતી મુશ્કેલીમાં રાહત કરી છે. અને હવે ઘરે બેઠા કરદાતાઓ ટેકસ ભરપાઈ કરી શકશે. આવતીકાલ તા.21ના રોજથી મહાનગરપાલિકાની વેબસાઇટ www.bmcgujarat.com મારફત ઓનલાઇન ટેકસ પેમેન્ટ કરી શકાશે. કોર્પોરેશન દ્વારા સુવિધા વિનામૂલ્યે આપવા માટે એચડીએફસી બેન્ક સાથે ટાઇઅપ કરવામાં આવેલ છે. કરદાતા પોતાના ક્રેડીટ કાર્ડ, ડેબીટ કાર્ડ, કે નેટ બેંકીંગ સુવિધાનો ઉપયોગ કરી વેરો ભરી શકાશે. જેમાં કાર્પેટ એરિયા તેમજ જુની કર પદ્ધતિ એમ બન્ને પ્રકારના બિલોનુ ચુકવણુ ઓનલાઇન કરી શકાશે જે માટે કરદાતાએ કે કોર્પોરેશને કોઇપણ પ્રકારનો વધારાનો ચાર્જ બેંકને ચુકવવાનો રહેશે નહિ. કરદાતાને વેરો ભર્યા બદલ પહોંચ પણ ઓનલાઇન મળી શકશે. અને તુર્ત એસએમએસ દ્વારા ફીડબેક પણ મળી રહેશે. તદઉપરાંત એચડીએફસી દ્વારા શહેરમાં આવેલી પોતાની તમામ પાંચ બ્રાંચો ઉપર મિલ્કત વેરો વિનામૂલ્યે સ્વિકારી પહોંચ બેંક પરથી અપાશે. જેનો લોકાર્પણ મેયરના હસ્તે આવતીકાલ તા.21ને સવારે11 કલાકે કોર્પોરેશનના પટાંગણમાં કરાશે.તેમજ સાંસદ મનસુખભાઇ માંડવીયાના હસ્તે ધર્મરથનું લોકાર્પણ કરાશે.