• Gujarati News
  • હાદાનગરની હત્યાના બંને આરોપીઓને ઝડપી લેવાયા

હાદાનગરની હત્યાના બંને આરોપીઓને ઝડપી લેવાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાહાદાનગર વિસ્તારમાં ગઇકાલે રાત્રે પિત્રાઇ ભાઇની હત્યા કરનાર બંને આરોપીઓને પોલીસે આજે ઝડપી લીધા હતા.

શહેરના હાદાનગર વિસ્તારમાં રહેતા અને કુમુદવાડી વિસ્તારમાં હીરા ઘસવાનુ કામ કરતા રત્નકલાકાર હિતેશભાઇ વશરામભાઇ ગોહેલની અગાઉ કોઇ બાબતે થયેલ બોલાચાલીની અદાવતની દાઝ રાખી માસીયાય ભાઇ હેમંત નાનજીભાઇ કારેલીયા અને વિરમ જેન્તીભાઇ ભીલ (બંને રહે હાદાનગર)એ હાદાનગર સત્યનારાયણ સોસાયટી પાસે તેને પકડી છરીના ઉપરા ઉપરી ઘા મારી તેની હત્યા કરી બંને શખ્સો નાસી છુટયા હતા.

ત્યારબાદ અંગે ડી.ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાતા પોલીસે આજે બંને આરોપીઓને ઝડપી લીધા હતા તેઓને કોર્ટમાં રજુ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.