• Gujarati News
  • શહેરના દિવસ અને રાત્રિના તાપમાન વચ્ચે બમણો તફાવત

શહેરના દિવસ અને રાત્રિના તાપમાન વચ્ચે બમણો તફાવત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર શહેરમાં હજુ બપોરે ગરમી અને રાત્રે ઠંડીની બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન આજે વધીને 30 ડિગ્રી સેન્ટીગ્રેડને આંબી ગયું તો લઘુત્તમ ઉષ્ણતામાન ઘટીને 15.2 ડિગ્રી સેન્ટીગ્રેડ થતા શહેરના બપોરના અને રાત્રિના તાપમાન વચ્ચે બમણો તફાવત નોંધાયો હતો.

ભાવનગર શહેરમાં ધીમે ધીમે બપોરનું મહત્તમ તાપમાન વધી રહ્યું છે. આજે શહેરનું મહત્તમ તાપમાન 0.4 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને બરાબર 30 ડિગ્રી સેન્ટીગ્રેડના આંકને આંબી ગયું હતુ. આથી બપોરના સમયે વસંત ઋતુ પ્રમાણે થોડી ગરમીનો અનુભવ ભાવેણાવાસીઓને થયો હતો. જો કે રાત્રિના સમયે હજુ પણ ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. 24 કલાક અગાઉ શહેરનું લઘુત્તમ ઉષ્ણતામાન 17.4 ડિગ્રી સેન્ટીગ્રેડ હતું તે આજે 2.2 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને 15.2 ડીગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. શહેરમાં હજુ રાત્રિના સમયે ગરમ વસ્ત્રો પહેરવા પડે તેવી ઠંડી ગઇ નથી. ભાવનગર શહેરમાં હવામાં આજે ભેજનું પ્રમાણ 34 ટકા નોંધાયું તો પવનની સરેરાશ ઝડપ 15 કિલોમીટરની નોંધાઇ હતી. જો કે આવતી કાલે શુક્રવારે શહેરનું લઘુત્તમ ઉષ્ણતામાન 16 ડિગ્રી આસપાસ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

છેલ્લા ત્રણ દિવસથી દિવસે સતત વધી રહેલા તાપમાનને કારણે બપોરના સમયે નાગરિકો દ્વારા ગરમીથી બચવા માટે પંખાનો સહારો લેવો પડી રહ્યો છે. ઓણ સાલ ફેબ્રુઆરીની શરૂઆતથી ગરમી શરૂ થતા ઉનાળો આકરો હોવાના એંધાણ મળી રહ્યા છે.