• Gujarati News
  • બાબરામાં રાજકોટ ભાવનગર હાઇવે રીપેર કરવા માંગણી

બાબરામાં રાજકોટ ભાવનગર હાઇવે રીપેર કરવા માંગણી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાબરાશહેરમાંથી પસાર થતો રાજકોટ ભાવનગર હાઇવે છેલ્લા ત્રણેક માસથી બિસ્માર હાલતમાં બની ગયો છે. અહીના માર્ગ પર મસમોટા ખાડાઓ પડી જતા વાહન ચાલકો તોબા પોકારી ઉઠયાં છે. માર્ગ પોલીસ મથકથી કરિયાણા ચોકડી સુધી બિસ્માર બની ગયો છે. ત્યારે માર્ગનું તાકિદે સમારકામ કરવામા આવે તેવુ લોકો ઇચ્છી રહ્યાં છે. રાજકોટ ભાવનગર હાઇવે પોલીસ મથકથી કરિયાણા ચોકડી સુધી છેલ્લા ત્રણેક માસથી અતિ બિસ્માર બની ગયો છે. માર્ગ પર મસમોટા ખાડાઓ પડી ગયા છે. હાઇવે રાત દિવસ ભારે વાહનોથી સતત ધમધમતો રહે છે. માર્ગમાં મસમોટા ખાડાઓ પડી જતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને રાત્રીના સમયે અહીથી પસાર થતા વાહન ચાલકોને અકસ્માત થવાની ભિતી સતાવી રહી છે.