ભાવનગર.15 નવેમ્બર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર.15 નવેમ્બર

ભાવનગરની સર ટી. હોિસ્પટલમાં દર્દીને દાખલ કરવા માટે આજથી પાંચ વર્ષ પહેલા એક કેસ બારી હતી. આજે 8 બારીઓ પર કામ થઈ રહ્યું છે છતાં ગીરદી એટલી ને એટલી છે. લોકો કલાકોના કલાકો સુધી લાઈનોમાં શેકાતા જોવા મળી રહ્યા છે.

સર ટી. હોસ્પિટલમાં કેસ કઢાવવા અને દવા લેવા લાંબી લાંબી લાઇનો

અવ્યવસ્થા | રોજના સરેરાશ અઢીસોથી ત્રણસો કેસ

અજય ઠક્કર

સર ટી. હોસ્પિટલમાં લોકોની સુિવધા વધી હોવા છતાં હાડમારી તો એટલી તો જોવા મળી રહી છે. વિવિધ કેસના દર્દીઓને દાખલ થવા માટે સર ટી. હોસ્પિટલમાં કુલ 8 કેસ બારીઓ છે. અને સવારના 8 વાગ્યાથી બપોરના 2 વાગ્યા દરમ્યાન અહીં 12 માણસો કામ કરી રહ્યા છે. તે છતાં અહીં કામ કરનારા લોકોની િબન કાર્યક્ષમતાને કારણે લોકોને કેસ કાઢી આપવામાં િબનજરૂરી િવલંબ કરાય છે. અહીં લાઈનમાં ઉભેલા લોકોને સરખા ઊભા રહેવાની સૂચનાઓ આપવામાં, િબનજરૂરી પ્રશ્નોત્તરી કરવામાં તેમજ કર્મચારીઓ દ્વારા અત્યંત ધીમી ગતિથી કામ કરાતું હોવાને લીધે સર ટી. હોસ્પિટલમાં કેસ કઢાવવા આવનારા લોકોની લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે. હોસ્પિટલ પ્રશાસનના અધિકારીઓનું કહેવું એમ છે કે સમસ્યા થાય છે પરંતુ તે માત્ર એક કે બે કલાક પૂરતી હોય છે. આજથી પાંચ વર્ષ પહેલા માત્ર એકજ બારી હતી આજે આઠ બારીઓ છે. 12 માણસો કામ કરે છે તે સંખ્યા પણ હાલ પૂરતી ગણાય. અહીં રોજના સરેરાશ અઢીસોથી ત્રણસો જેટલા કેસો નીકળે છે તેમાં સોમવારે તથા શનિવારે દર્દીઓની સંખ્યા વધુ રહેતી હોય છે.

આઠ કેસ બારીઓ હોવા છતાં અણઘડ વહીવટથી દર્દીઓ હેરાન