• Gujarati News
  • ગાંધી જયંતી નિમિત્તે વાર્તાલાપ

ગાંધી જયંતી નિમિત્તે વાર્તાલાપ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : ગાંધીજયંતિ નિમિત્તે વિજ્ઞાનનગરી ખાતે ગાંધીજીના જીવન પર પ્રકાશ પાડતો વાર્તાલાપ તા.28 સપ્ટેમ્બરને રવિવારે સાંજના સાડા પાંચથી 7 વાગ્યા સુધી આંબાવાડી ખાતેની વિજ્ઞાનનગરીમાં ઓડિટોરિયમમાં યોજાયો છે જેમાં ડો.દક્ષાબહેન પટ્ટણી તથા ડો.અરૂણભાઇ દવે ગાંધીના અંતિમ દિવસો અને વિશ્વ માનવનું ભાવિ વિષય પર પોતાના વિચારો રજૂ કરશે. ઉપરાંત તા.2 ઓક્ટોબરે સાંજે 6 કલાકે ગાંધીજીના જીવન વિચાર પર આધારિત ફિલ્મ રોડ ટુ સંગમ દર્શાવવામાં આવશે. જેમાં ગાંધી િવચારધારાના મૂલ્યો તેમજ તેમનું સમગ્ર જીવન વણી લેવાયું છે. તો શહેરના રસધારકોને વિનામૂલ્યે આયોજિત બન્ને કાર્યક્રમોનો લાભ લેવા જણાવાયું છે.