તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ટ્રેનમાં વ્યંઢળોનો વધેલો ત્રાસ

ટ્રેનમાં વ્યંઢળોનો વધેલો ત્રાસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : ભાવનગરટર્મીનસથી દર મંગળવારે ઉપડતી અાસનસોલ ટ્રેનના જનરલ ડબ્બાના મુસાફરો પાસેથી વ્યંઢળોના ટોળાઓ દ્વારા અશોભનીય વર્તન કરી બળજબરીપૂર્વક મોટી રકમના ઉઘરાણા કરવામાં આવતા હોય મુસાફરો ત્રાહીમામ પોકારી રહ્યા છે. વ્યંઢળોના ટોળાઓ દ્વારા ભાવનગરથી ધોળા વચ્ચે રૂા 10, બોટાદ વચ્ચે રૂા 20, વિરમગામથી વડોદરા વચ્ચે યાત્રિકદીઠ રૂા 200 ના પરાણે ઉઘરાણા કરાય છે અને રોકડરકમ આપનાર યાત્રિકોને ચંપલ વડે મારતા પણ તેઓ અચકાતા નથી.આ ગંભીર મામલે રેલવે પોલીસ દુર્લક્ષ્ય સેવાતુ હોય યાત્રિકોમાં રેલવે તંત્ર સામે આક્રોશ વ્યાપેલ છે.