• Gujarati News
  • દિવાળીનું પર્વ આવ્યું છતાં ગરમીના પ્રમાણમાં વધારો

દિવાળીનું પર્વ આવ્યું છતાં ગરમીના પ્રમાણમાં વધારો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના મહત્તમ તાપમાનમાં છેલ્લા 24 કલાકમાં દોઢેક ડિગ્રી સેન્ટીગ્રેડનો વધારો થઇ બપોરે તાપમાન 38.2 ડિગ્રીના આંકને આંબી જતા ઉનાળા જેવી ગરમીનો અનુભવ ભાવેણાવાસીઓને થયો હતો. તો રાત્રિના તાપમાનમાં પણ વધારો થઇ તાપમાન 24.2 ડિગ્રી સેન્ટીગ્રેડના આંકને આંબી ગયું હતુ.

શરદ ઋતુ આવી ગઇ છે અને આસો માસનો અંત પણ નજીકમાં આવી ગયો હોવા છતાં ભાવનગર શહેરના તાપમાનમાં ઘટાડાનો કોઇ અણસાર જોવા મળતો નથી. શિયાળાનો પણ કોઇ અણસાર દેખાતો નથી. આજે શહેરમાં મહત્તમ તાપમાન 38.2 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું જે સામાન્ય રીતે ઉનાળામાં નોંધાતું હોય છે. આવી રીતે રાત્રિના લઘુત્તમ તાપમાનમાં પણ વધારો થયો છ. ગઇ કાલે 23.5 ડિગ્રી હતું તે લઘુત્તમ તાપમાન વધીને 24.2 ડિગ્રી નોંધાયું હતુ. આજે પવનની સરેરાશ ઝડપ 7 કિલોમીટર નોંધાઇ હતી જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 39 ટકા નોંધાયું હતુ. આમ, દિવાળીનાં પર્વે તાપમાન ઘટવાને બદલે વધતાં ઉલ્ટો ક્રમ રચાયો છે.