• Gujarati News
  • મામસાના વીજ અધિકારીઓ સામે 5 લાખ વસુલવા ફરીયાદ

મામસાના વીજ અધિકારીઓ સામે 5 લાખ વસુલવા ફરીયાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરમાંકાળીયાબીડ વિસ્તારમાં રહેતા મહાનગર પાલિકાના પૂર્વ કર્મચારી દ્વારા ગુજરાત રાજયના લોકાયુકત સમક્ષ પીજીવીસીએલના ગ્રામ્ય વિભાગના કા.પા. ઇજનેર તથા નાયબ ઇજનેર મામલતદાર સબડીવીઝન વગેરે સામે ફરીયાદ નોંધાવી છે.

ફરીયાદી અક્ષીતભાઇ મહેતાએ લોકાયુકત સમક્ષ નોંધાયેલી ફરીયાદમાં એવુ જણાવ્યુ છે કે તેની પોતાની જમીનમાં વીજ કનેકશન કોના નામે આપેલ છે. તે અંગે તપાસ કરી વિગતો આપવા માંગ કરેલ જે સામે વીજતંત્ર દ્વારા વીજ કનેકશન મેળવવા કોઇ દસ્તાવેજ ઉપલબ્ધ હોવાનુ જણાવેલ. સરકારની વીજ કંપની દ્વારા ઇલે. એકટના પ્રબંધો તળે જે અરજી મેળવવી જોઇએ તેવી કર્મચારી કરવાના બદલે નાણાકીય લેવડ દેવડ કરી જોઇએ તેવી કાર્યવાહી કરવાના બદલે નાણાકીય લેવડ દેવડ કરી વીજ પ્રવાહનો ગેરકાયદે ઉપયોગ અને ચોરીના કામમાં મદદગારી કરી છે તેવુ પણ ફરીયાદમાં જણાવ્યુ છે.

ત્યારે તમામ રેકર્ડ ભાવનગર અને મામસાની પીજીવીસીએલ કચેરીમાંથી મગાવી જવાબદારો સામે કાયદાના પ્રબંધો તળે શિક્ષાત્મક કાર્યવાહી કરવા તથા કા.પા.ઇ. અને ના.ઇ. મામસા વગેરે પાસેથી માનસીક ત્રાસ વળતરના રૂ.પાંચ લાખ વસુલ અપાવવા અરજી કરી ફરીયાદ રાજયના લોકાયુકતને કરેલ છે.