તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ઇદની નમાઝ બાદ કોમી એખલાસનો ગુંજેલો સૂર

ઇદની નમાઝ બાદ કોમી એખલાસનો ગુંજેલો સૂર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અલ્લાહના ખલીલ હઝરત ઇબ્રાહીમ (અ.સ.) અને પ્યારા પુત્ર હઝરત ઇસ્માઇલ (અ.સ.)ની યાદમાં ઉજવાતી ઇદ-ઉલ-અઝહા (બકરી ઇદ)ને કુરબાનીની ઇદ અને ઇદુદ દોહા તરીકે પણ ઓળખવામાં આવે છે. નિમિત્તે સોમવારે સવારે શહેર-જિલ્લામાં વિવિધ મસ્જીદો અને ઇદગાહોમાં અદબ સાથે ઇદની ખાસ નમાઝ અદા કરાઇ હતી. નમાઝ બાદ મુસ્લિમ બિરાદરોએ પરસ્પર એક-બીજાને ગળ મળી દિલથી ઇદની મુબારકબાદીની અાપ-લે કરી હતી. એકતા, ભાઇચારા અને એખલાસ સાથે હિન્દુ બિરાદરોએ પણ મુસ્લિમ સમાજને ઇદની મુબારકબાદી પાઠવી હતી.

પવિત્ર અને બરકતવાળા જીલહજના મહિનામાં ભાવનગર શહેર ઉપરાંત જિલ્લાભરમાંથી અનેક મુસ્લિમ બિરાદરો મક્કા શરીફમાં પવિત્ર હજ માટે જાય છે. પવિત્ર હજની તમામ રશ્મ અદા થઇ જવાના બીજા દિવસે એટલે કે, દસમી જીલહજના દિવસોની ખુશાલીમાં ઉજવાતા તહેવારને ઇદ-ઉલ-અઝહા કહેવામાં આવે છે.

જિલ્લા જેલમાં પણ ઇદની

નમાઝ અદા થઇ

ઇદ-ઉલ-અઝહાનાપવિત્રતહેવાર નિમિત્તે ભાવનગર જિલ્લા જેલમાં તમામ બંદીવાનોએ સામુહિક રીતે ઇદની નમાઝ અદા કરી હતી અને એકબીજાને ઇદની મુબારકબાદી પાઠવી હતી. પ્રસંગે ઘાંચીવાડ મસ્જીદના પેશ ઇમામ ઇસ્હાકસાહેબે ઇદની નમાઝ પઢાવી હતી. જયારે જેલ શિક્ષક ઝુબેરભાઇ કાઝી તથા પૂર્વ નગરસેવક કાળુભાઇ બેલીમે ઇસ્લામી સલામ પઢાવી હતી. વેળા જેલ અધિક્ષક જે.જી. દેસાઇ સહિતનો જેલનો સ્ટાફ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.