• Gujarati News
  • ક્રાંઇમ વોચ |શાકમાર્કેટ વિસ્તાર કે આવારા તત્વોનો અડ્ડો

ક્રાંઇમ વોચ |શાકમાર્કેટ વિસ્તાર કે આવારા તત્વોનો અડ્ડો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના કુખ્યાત બનેલા ભરતનગરના વર્ધમાન નગર, જુના ત્રણ માળીયા વિસ્તારમાં પોલીસનુ નહિ પરંતુ છોટુ અને કચોરી નામના ટપોરી�\\\"નુ રાજ ચાલતુ હોાવાની ફરિયાદો ઉઠવા પામી છે.આવારા તત્વો દ્વારા સાંજ ઢળે અને ખાલી મકાનોમાં દારૂની મહેફીલ જામે છે.આ વાતની લોકોને ખબર છે.પરંતુ પોલીસ અજાણ લાગ છેેω અથવા જાણી જોઇને અજાણ બની રહી છે.ω જેથી આવા આવારા તત્વોને છુટો દૌર મળીરહ્યો છે.

શહેરના ભરતનગર વિસ્તાર આવરા તત્વો માટે ખુલ્લુ મેદાન બની ગયો હોય તેમ બે રોક ટોક અને ખુલ્લેઆમ દારૂની મહેફીલો મંડાય છે. ખાસ કરીને વર્ધમાન નગર, શાક માર્કેટ વિસ્તારમાં જુના ત્રણ માળીયા કે જે લાંબા સમયથી ખાલી પડયા છે. મકાનો આવારા તત્વોનો અડ્ડો બની ગયો છે.અને આવા ખાલી મકાનોમાં સાંજ ઢળે એટલે આવાર તત્વોનુ આવવાનુ શરૂ થઇ જાય છે. અને પછી ખુલે છે.દારૂની બોટલો અને જામે છે. મહેફીલ.

વિસ્તારના કુખ્યાત ગણાતા છોટુ અને કચોરી નામના આવારા તત્વો ખુલ્લેઆમ દાદાગીરી કરી કેટલાક સગીર અને યુવકોને યેનકેન પ્રકારે ખખડધજ મકાનમાં લઇ જઇ ત્યા તેને ધાક ધમકી આપી લકઝરીયસ મોબાઇલ અને રોકડ રકમનો તોડ કરવામાં આવે છે.

એટલુ નહી કેટલાક આવારા તત્વો રાતના અંધારા ઉતરેકે બુરખાધારી છોકરી�ઓને પણ અહી લઇ આવે છે. અને અમુક તો આખી રાત ખાલી મકાનમાં જલ્સા કરતા હોવાનુ વિસ્તારના લોકોમાં ચર્ચાય રહ્યુ છે.

થોડા મહિના પૂર્વે નવા આવેલા એસ.પી દિપાંકર ત્રિવેદી પર લોકોને ઘણી આશા હતી પરંતુ તે�ઓની નિમણુક થયાને ખાસ્સો સમય વીતી ગયો છતા. વિસ્તારમાં નવુ બનેલ પોલીસ સ્ટેશન હજુ સુધી કાર્યરત થયુ નથી.

અત્રે નોંધનીય છે કે, ભરતનગર વિસ્તારમાં આવારા તત્વોનો ત્રાસ વધી જતા અને તેને નેસ્ત નાબુદ કરવા માટે આજ એસ.પી દિપાંકર ત્રિવેદીની ભાવનગર ખાતે પોસ્ટીંગ કરવામાં આવેલ અને લોકોને તે�ઓની નિમણુંક પછી ઘણી આશા હતી પરંતુ હજુ ભરતનગર વિસ્તારમાં પોલીસનુ નહિ પરંતુ ગુંડા�ઓનુ રાજ ચાલતુ હોવાની ચર્ચા છે.

ભરતનગરમાં પોલીસનુ નહિ છોટુ અને કચોરીનુ ચાલતુ સંયુકત રાજ

છોટુ અને કચોરી અંગે તપાસ કરીશું

^મારી ભરતનગર પોલીસ ચોકીમાં તાજેતરમાં નિમણૂંક થઇ છે. જેથી વિસ્તારના આવારા તત્વો અંગે મને કશી જાણકારી નથી. છોટુ અને કચોરી અંગે તપાસ કરીશું. > કે.જે.કરપડા,પીએસઆઇ-ભરતનગર