• Gujarati News
  • ભાવનગર ડિસ્ટ્રીક્ટ અંડર 16નો સમર ક્રિકેટ કોચિંગ કેમ્પ તા.15 મેથી યોજાશે

ભાવનગર ડિસ્ટ્રીક્ટ અંડર-16નો સમર ક્રિકેટ કોચિંગ કેમ્પ તા.15 મેથી યોજાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર }ભાવનગર ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા આગામી તા.15મી મેથી 5 જૂન સુધી 20 દિવસનો અંડર-16 માટેનો સમર ક્રિકેટ કોચિંગ કેમ્પ સર ભાવસિંહજી ક્રિકેટ કલબના મેદાન ખાતે યોજાશે. તા.1/9/1999 બાદ જન્મેલા ખેલાડીઓને તેમાં પ્રવેશ આપવામાં આવશે તથા ભાગ લેનાર તમામ ખેલાડીઓને પ્રમાણપત્ર આપવામાં આવશે. કેમ્પ માટેના ફોર્મ ભરૂચા કલબ ખાતેથી તા.13 એપ્રિલથી રાજેન્દ્રસિંહ ગોહિલ પાસેથી મેળવી લેવા જણાવાયુ છે.