• Gujarati News
  • સરકારી નોકરી અપાવવાના બહાને 5 લાખની છેતરપિંડી

સરકારી નોકરી અપાવવાના બહાને 5 લાખની છેતરપિંડી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ જુહાપુરા વિસ્તારમાં રહેતા ઇનાયતભાઇ દાદભાઇ સેતાને ગત તા. 2/3/2014 નાં રોજ ભાવનગરમાં દેવુબાગ પાસે ગાંધીનગર-અમદાવાદમાં રહેતા નારણસિંહ પરમારે બોલાવી ઇનાયતભાઇના ભાવનગરમાં રહેતા જમાઇ અલ્તાફહુસેન ડ્રાઇવર તરીકે નોકરી અપાવવાની લાલચ આપી રૂ.5 લાખ ઇનાયતભાઇ પાસેથી લીધા હતા.

દરમિયાન લાંબો સમય વિત્યા છતાં અલ્તાફહુસેનને સરકારી નોકરી નહીં મળતા તેમજ ઇનાયતભાઇ દ્વારા અપાયેલી રૂ.પાંચ લાખની રકમ નારણસિંહ પરમારે પરત નહિ આપતા પોતાની સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત થયાની પોલીસ ફરિયાદ એ.ડીવીઝનમાં નોંધાવાઇ છે.