હિન્દુ મરણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિન્દુ મરણબરોડા| મહેતા બીનાબેન બીપીનકુમાર (ઉ.વ.55)તે મહેતા બીપીનકુમાર ભુદરદાસના પત્ની ભાવનગર હાલ બરોડા (સૌરાષ્ટ્ર સમાચારના ભૂતપૂર્વ કર્મચારી), નિમેષ (એલ એન્ડ ટી) હેતાના માતુશ્રી, પંકજના ભાભી, મીતીના સાસુ, શાહ જયેન્દ્રભાઇના વેવાણ, મહેતા પરમાણંદદાસ જમનાદાસની દીકરી થાય. તેની સાદડી પિયર પક્ષની પણ સાથે રાખેલ છે. 173/ પ્રથમ રેસીડેન્સી, સુગમ પાર્ક-2ની પાછળ, પરિવાર ચાર રસ્તા, વાઘોડીયા ડભોઇ રીંગ રોડ, બરોડા તા.13ને સોમવારે 4-30 થી 6-30.ચાવંડ,જિ.અમરેલી | દીપકભાઇ રતિલાલ જોષી (ઉ.વ.68)તા.10ને શુક્રવારે સ્વર્ગવાસ પામેલ છે. તે દેવકુરબેન રતિલાલ જોષીના દીકરા, બળવંતભાઇ આર. જોષી, પ્રવિણભાઇ સી. જોષી, રમેશભાઇ એલ. ભટ્ટ, ભરતભાઇ સી. જોષી, ધનલક્ષ્મીબેન ચંદ્રભાઇ મહેતા, સુશીલાબેન પ્રવિણભાઇ દવેના ભાઇ, કેતનભાઇ જોષી, હીનાબેન પ્રદિપકુમાર જોષી, હર્ષાબેન ચેતનભાઇ વ્યાસના પપ્પા, ભદ્રેશભાઇ સી. મહેતા, જીગ્નેશભાઇ સી. મહેતા, મનોજભાઇ પી. દવે, કૌશિકભાઇ પી. દવે, પ્રજ્ઞાબેન કૌશલકુમારના મામા થાય. તેની સાદડી તા.13ને સોમવારે 3 થી 6 ચાવંડ નિવાસસ્થાને રાખેલ છે. ઉત્તરક્રિયા તા.21ને મંગળવારે રાખેલ છે.રાભડા,તા.રાજુલા | રવિશંકરભાઇ ત્રિભોવનભાઇ પુરોહિત (ઉ.વ.72)તે રામશંકરના નાનાભાઇ, મુક્તાબેન (ઘાણા), જેકુંવરબેન (ડુંગરપરડા) ના ભાઇ, મહેશભાઇ, ભીખુભાઇ, દયાબેન (ખારડી), મીતાબેન (વડાળ)ના પિતાશ્રી, મનસુખલાલ દયારામ મહેતા, હર્ષદરાય(બીલા)નાં જમાઇ, અશોકભાઇ, ભાવનાબેન(ઘાણા), હર્ષાબેન (નૈપ), મધુબેન (કુંભારીયા), કલ્પનાબેન (મહુવા)ના કાકા, રાજયગુરૂ કાશીરામ ડાયાભાઇ (કાટીકડા)ના ભાણેજ તા.11/4ને શનિવારે કૈલાસવાસ થયેલ છે. તેમની સંયુક્ત સાદડી તા.16/4ને ગુરૂવારે બપોરે 2થી6 જ્ઞાતિની વાડી, અમૃતબાગ મહુવા મુકામે રાખેલ છે.ભાવનગર| કુમુદચંદ્રભાનુશંકર િત્રવેદી (જી.પં.)ના પુત્ર વિજય(ઉ.વ.40)જેઓ જૂનાગઢવાસી ધર્મેન્દ્રભાઇ િત્રવેદી, આનંદભાઇ િત્રવેદી (એલઆઇસી, ભાવ.)ના પિત્રાઇભાઇ, લીંમડા હનુભા નિવાસી મહિપતભાઇ હીરજીભાઇ ઉપાધ્યાય, ભરતભાઇ ઉપાધ્યાય, અશ્વીનભાઇ ઉપાધ્યાય, નરેશભાઇ ઉપાધ્યાય, નરેનભાઇ ઉપાધ્યાય, ભરતભાઇ વ્યાસ (મહાદેવ પાન)ના ભાણેજ, ગાવડકા વાસી નવનીતભાઇ નાનજીભાઇ જોષીના ભાણેજ જમાઇ, અમદાવાદવાસી સ્વ.મધુસુદનભાઇ લીલાધર જોષીના જમાઇ, હાર્દિક જોષીના બનેવી, ધર્મિષ્ઠાબેન જોષી, દિપાલીબેન રાવલ, જયશ્રીબેન જોષીના ભાઇ, કૃતિ, માહી, શ્લોકના પિતાજીનું તા.9/4ને ગુરૂવારે અવસાન થયેલ છે. તેનું બેસણું તા.13ને સોમવારે સાંજે 4 થી 6 સંસ્કાર હોલ, તળપદા કોળી જ્ઞાતિની વાડી, વડવા પાનવાડી રોડ, ભાવનગર રાખેલ છે.ભાવનગર| રવિશંકર દુર્લભજી રાજયગુરૂ (ઉ.વ.93)તે વિજયભાઇ (મુનિ હાઇ. સિહોર), નીતિનભાઇ (બીએસએલએન, ભાવ.), જિતેન્દ્રભાઇ (ન્યુ ઇન્ડિયા એન્સ્યોરન્સ)ના પિતાજી, રસીલાબેન (િનવૃત્ત શિક્ષીકા, સિહોર), નયનાબેન, સંગીતાબેનના સસરા, ધ્વનીબેન ગોરડીયા, અનિકેતભાઇ (વિદ્યા મંજરી, સિહોર), ધ્રુવભાઇ (એમજીવીસીએલ, બરોડા), તુલસીબેન, યશભાઇ, વિધિબેનના દાદા, પૂર્વિબેન (િશક્ષીકા, સમઢિયાળા), હીમાબેન, હીરબેનના મોટા સસરા, સ્વ.નર્મદાશંકર ભવાનીશંકર પંડયાના બનેવી, મોસાળ પક્ષે સ્વ.રતિલાલ કાનજી દવે (કાટોડીયા)ના ભાણેજ તા.10ના કૈલાસવાસ પામેલ છે. તેની સાદડી (મોસાળ પક્ષ સાથે) તા.13ને સોમવારે મોઢ ચાતુર્વેદી જ્ઞાતિની વાડી, હલુરિયા ચોક, ભાવનગર ખાતે સાંજે 4 થી 6-30 દરમિયાન રાખેલ છે. તેની ધાર્મિકવિધિ તીર્થસ્થાને થશે.મોટીધરાઇ | ગોહિલ પ્રતાપસિંહ ભુરૂભા (ઉ.વ.50)તા.11ને શનિવારે રામચરણ પામેલ છે. તે મિલનસિંહ, રવિરાજસિંહના પિતાશ્રી, જોરૂભા, ધીરૂભા, નિરૂભા, કરણસિંહ, ચંદુભા, જશુભા, વનરાજસિંહ, સહદેવસિંહ, દશરથસિંહ, રઘુવિરસિંહના ભાઇ, રાજેન્દ્રસિંહ રામદેવસિંહ, રાજેન્દ્રસિંહ ઘનશ્યામસિંહના કાકા થાય. તેની ઉત્તરક્રિયા તા.20ને સોમવારે મોટી ધરાઇ મુકામે અમારા નિવાસસ્થાને રાખેલ છે.

ભાવનગર| નવાણીયાહાલ ભાવનગર િનવાસી ગોહિલગુણવંતબા જીતુભા (ઉ.વ.56)તે સ્વ.ભીમસિંહ સરતાનસિંહના દીકરી, ઝાલા સ્વ.કિરીટસિંહ, સ્વ.રણજીતસિંહ, કરણસિંહ ગગુભા, રાજેન્દ્રસિંહ, ઇન્દુભાના બહેન, રામદેવસિંહ, પ્રહલાદસિંહ, જીતેન્દ્રસિંહ, રઘુરાજસિંહ, શક્તિસિંહ, નરેન્દ્રસિંહ, હિતેન્દ્રસિંહ, હર્ષદિપસિંહના ફૈબા થાય. તેનું બેસણું (પિયર પક્ષ) તા.13ને સોમવારે 4 થી 6 અમારા નિવાસસ્થાને પ્લોટ નં.16, મિલ્ટ્રી સોસાયટી, માધુભાની ઘંટીની સામે, ભાવનગર રાખેલ છે.ભાવનગર| જાડેજાદિનેશભાઇ હરજીભાઇ (કામદાર રાજ્ય વીમા યોજના, આનંદનગરવાળા)ના પત્ની અરૂણાબેન(ઉ.વ.56)તા.9/4ને ગુરૂવારે રામચરણ પામેલ છે. તે શૈલેશભાઇ જાડેજાના માતુશ્રી, જાડેજા પુષ્પાબેન નટુભાઇ એસબીએસવાળાના દેરાણી, જાડેજા જગદીશભાઇ (રીક્ષાવાળા), જાડેજા લાલજીભાઇના ભાભી, જાડેજા નરેશભાઇ, જસવંતભાઇ, દીપકભાઇ, અજયભાઇ, રાહુલભાઇના કાકી, મયંકના દાદી થાય. તેનું બેસણું તા.13ને સોમવારે 4-30 થી 6-30 રાજપૂત જ્ઞાતિની વાડી, સિંધુનગરમાં રાખેલ છે.પાલિતાણા,અમદાવાદ | મોહિનીબેન સતરામભાઇ આહુજા અવસાનપામેલ છે. તે અશોકભાઇ સતરામભાઇ આહુજા, મુકેશભાઇ સતરામભાઇ આહુજા વાહેગુરૂ સિલેકશનવાળાના માતુશ્રી થાય. તેનું બેસણું (પગડીયું) તા.12ના સાંજે 6 કલાકે અત્રેગ્રીન ફલેટ, બી502, ઇન્દિરા બ્રીજ સર્કલ, અમદાવાદ રાખેલ છે.ભાવનગર| જગડ કમલેશ રેવાચંદ (ઉ.વ.37,ભગવાનદાસ રેશમવાળા) તે સ્વ.રેવાચંદ છાંગોમલ જગડના પુત્ર, હર્ષ, હનીષના પિતાશ્રી, ચંદુભાઇ, રાજુભાઇ, પોપટભાઇ, સ્વ.મહેશભાઇ, ડો.મહેન્દ્રભાઇ, સ્વ.કિશોરભાઇ, પ્રકાશભાઇ, જીતુભાઇના નાના ભાઇ, રાજેશભાઇ, દીપકભાઇ, વિનોદભાઇના નાના ભાઇ તા.11ને શનિવારે સ્વર્ગવાસ પામેલ છે. તેનું બેસણું (પગડીયું) આજરોજ સાંજે 5 થી 6 કલાકે છાપરૂ હોલ, ઘોઘા સર્કલ ખાતે રાખેલ છે.ત્રાપજતા.તળાજા | માધાભાઇ ગફુલભાઇ વળીયા (ઉ.વ.61)તે ઘુસાભાઇ, શામજીભાઇના મોટાભાઇ, રાજુભાઇ, પરશોત્તમભાઇ, અશોકભાઇ, શૈલેષભાઇ, વેલજીભાઇના પિતાશ્રી, સ્વ.સગરામભાઇ, સ્વ.ટીબાભાઇ, કાનાભાઇ, રવજીભાઇ (ઘોઘા) ના કાકા દિકરા, રામજીભાઇના દાદાના દિકરા, વાલાભાઇ જેઠાભાઇ ટાઠાના ભાણેજ, મેરાભાઇ રવજીભાઇ (સુરત)ના બનેવી, જેરામભાઇ જેઠાભાઇ (વાળુકડ)ના મામા તા.11/4ને શનિવારે સ્વર્ગવાસી થયેલ છે. તેમનું ઉત્તરકારજ તા.22/4ને બુધવારે તેમન બાવળીકાણ સાથે રાખેલ છે.પાલિતાણા| બાથાભાઇ લક્ષ્મણભાઇ મેર (કાલીયા,ઉ.વ.95) તે કાળુભાઇ, રાઘવભાઇના પિતાશ્રી, ભકાભાઇ, ભીમાભાઇના કાકા, લઘરાભાઇ નાનુભાઇ (રોયલ)ના બનેવી, દેવાભાઇના મોટા બાપુ, નાથાભાઇ ગીગાભાઇ કસોટીયા (દિહોર)ના ભાણેજ તા.10ને શુક્રવારે રામચરણ પામેલ છે. તેના સુવાળા તા.13ને સોમવારે તથા પાણીઢોળ કારજ તા.21ને મંગળવારે તેના નિવાસસ્થાને રાખેલ છે.ભાવનગર| ઇન્દુભાઇ ચુનીલાલ ગોહિલ (આલકોકએશડાઉન) તા.10ને શુક્રવારે અવસાન થયેલ છે. તે સ્વ.ચુનીલાલ મુળજીભાઇ ગોહિલના પુત્ર, મનજીભાઇ ચુનીભાઇ ગોહિલ, પ્રવિણભાઇ ચુનીલાલ ગોહિલ, કિશોરભાઇ ચુનીલાલ ગોહિલ, જીતુભાઇ ચુનીલાલ ગોહિલના ભાઇ, ગં.સ્વ.રેખાબેન ઇન્દુભાઇ ગોહિલના પતિ, ગુંજન, નિકીતા, પ્રતિકના પિતા થાય. તેનું બેસણું તા.13ને સોમવારે અમારા નિવાસસ્થાને 4 થી 6 કલાકે રૂવાપરી રોડ, એસબીઆઇ બેન્કની બાજુના ખાંચામાં, ભાવનગર રાખેલ છે.ભાવનગર| બાડીહાલ ભાવનગર નિવાસી ધનજીભાઇરામજીભાઇ મકવાણા (ઉ.વ.48)તા.10ના રામચરણ પામેલ છે. તે સ્વ.રામજીભાઇ ચકુરભાઇના દીકરા, સ્વ.વિઠ્ઠલભાઇ ચકુરભાઇના ભત્રીજા થાય. તેના પુત્ર મુનાભાઇ, મુકેશભાઇ, સુરેશભાઇના પિતા, કાનાભાઇ રામજીભાઇના મોટા ભાઇ, સ્વ.મનજીભાઇ, શામજીભાઇ રવજીભાઇ પ્રેમજીભાઇ રવજીભાઇ, ગોપાલભાઇ માવજીભાઇ શીવાભાઇ વિઠ્ઠલભાઇ, સ્વ.રમેશભાઇ વિઠ્ઠલભાઇ, રતિલાલ રવજીભાઇ તેના મોટા ભાઇ, શાન્તુબેન મનુભાઇના નાના ભાઇ, મથુરભાઇ બચુભાઇના જમાઇ થાય. તેનું પાણીવાળ તા.26ને ગુરૂવારે સવારે અને સુવાળા તા.13ને સોમવારે ભાવનગર ભરતનગર થી સરદારનગર રોડ, માલધારી પાસે, પુલની પાસે રાખેલ છે.ભાવનગર| ગોવિંદભાઇ વસરામભાઇ રાઠોડ તા.10નેશુક્રવારે રામચરણ પામેલ છે. તે સ્વ.નાથાભાઇ વસરામભાઇ રાઠોડના નાના ભાઇ, સ્વ.કાનજીભાઇ વસરામભાઇ રાઠોડના મોટા ભાઇ, જગદીશભાઇ કાનજીભાઇના દાદા, સુરેશભાઇ ઝુંઝાભાઇના દાદા, વિનોદભાઇ કરસનભાઇ રાણાના મામા, મંગુબેન ગોવિંદભાઇ ધતુરાતર સિહોરવાળાના મોટા ભાઇ, જય ઓટો કેર જે.બી. પટેલના કારીગર થાય. તેના સુવાળા તા.13ને સોમવારે તથા પાણીવાળ તા.18ને શનિવારે તેના નિવાસસ્થાને એકલવ્ય સોસાયટી, ઘોઘા રોડ, ભાવનગર રાખેલ છે.નીચાકોટડા | ભીલ દાદુભાઇ નગાભાઇ (ઉ.વ.65)તા.10ને શુક્રવારે રામચરણ પામેલ છે. તે હનુભાઇ, દિપાભાઇ, પોપટભાઇના પિતાશ્રી, નવુભાઇ, મંગાભાઇના મોટા ભાઇ, ગંભીરભાઇ, શિવાભાઇ, એભલભાઇના મોટા બાપુ, જોરૂભાઇના કાક થાય. તેનું ઉત્તરકારજ તા.17ને શુક્રવારે નીચા કોટડા મુકામે રાખેલ છે.

નીચાકોટડા | ભીલ ખાટુભાઇ અપુભાઇ (ઉ.વ.81)તા.9/4ને ગુરૂવારે રામચરણ પામેલ છે. તે બાબુભાઇ, વલકુભાઇ, નરવણભાઇ, ગોવિંદભાઇના પિતા, બચુભાઇ, દાનાભાઇ, ભાણુભાઇના નાના ભાઇ, જીણુભાઇના મોટા ભાઇ, ચુથાભાઇ લાખાભાઇના કાકા થાય. તેનું ઉત્તરકારજ તા.19ને રવિવારે નીચા કોટડા રાખેલ છે.ભાવનગર| ગોહેલવશરામભાઇ ડાયાભાઇના પુત્ર ગોહેલહિતેશભાઇ વશરામભાઇ (ઉ.વ.25)તા.8/4ને બુધવારે રામચરણ પામેલ છે. તે મોહનભાઇ ડાયાભાઇ ગોહેલ, રત્નાભાઇ નાનજીભાઇ ગોહેલ, ખોડાભાઇ નાનજીભાઇ ગોહેલ, છગનભાઇ નાનજીભાઇ ગોહેલના ભત્રીજો, હિંમતભાઇ મોહનભાઇ ગોહેલ, મનસુખભાઇ વશરામભાઇ ગોહેલ, મહેન્દ્રભાઇ મોહનભાઇ ગોહેલ, જીતેન્દ્રભાઇ મોહનભાઇ ગોહેલ, દિનેશભાઇ રત્નાભાઇ ગોહેલ, જેન્તીભાઇ રત્નાભાઇ ગોહેલ, મુકેશભાઇ ખોડાભાઇ ગોહેલ, હરેશભાઇ છગનભાઇ ગોહેલ, પંકજભાઇ છગનભાઇ ગોહેલ, રાજેશભાઇ ખોડાભાઇ ગોહેલ, અશ્વીનભાઇ છગનભાઇ ગોહેલના ભાઇ, દાનાભાઇ આલાભાઇ મકવાણા, સવજીભાઇ આલાભાઇ મકવાણા, હરેશભાઇ આલાભાઇ મકવાણા, શામજીભાઇ હરિભાઇ ચૌહાણ, ગોવિંદભાઇ હરિભાઇ ચૌહાણ, બધાભાઇ હરિભાઇ ચૌહાણ, જીવરાજભાઇ હરિભાઇ ચૌહાણ તેમના ભાણેજ, દીપકભાઇ લક્ષ્મણભાઇ મકવાણા, સોલંકી મથુરભાઇ લાલજીભાઇ, જીતેન્દ્રભાઇ હરિભાઇ મકવાણા, વિજયભાઇ ભોપાભાઇ મકવાણા, જીગ્નેશભાઇ માધાભાઇ સોલંકીના સાળા, ગોહેલ પ્રતિક મનસુખભાઇના કાકા થાય. તેની શોક ભાંગવાની વિધિ તા.13ને સોમવારે સવારે અમારા નિવાસસ્થાને પ્લોટ નં.16-એ, સત્યનારાયણ સોસાયટી નં.2, હાદાનગર, ભાવનગર રાખેલ છે.ભાવનગર| નથુભાઇમીઠાભાઇ જોગદીયા (નિવૃત્ત સર્ટી હોસ્પિ.)ના પત્ની પ્રેમબેનનથુભાઇ જોગદીયા (નિ.આયુવેદિક હોસ્પિટલ, ઉ.વ.65)નું તા.11ને શનિવારે અવસાન થયેલ છે. તે વિનોદભાઇ નથુભાઇ જોગદીયા (આર.ડી.ડી.ઓ. ઓિફસ), હિતેશ નથુભાઇ જોગદીયા, સ્વ.જગદીશ નથુભાઇ જોગદીયા, રમીલાબેન મહેશભાઇ રાઠોડના માતુશ્રી, મંજુલાબેન વિનોદભાઇ જોગદીયા (સીએચસી, વરતેજ), પુષ્પાબેન દિનેશભાઇ જોગદીયા, મહેશભાઇ ધનજીભાઇ રાઠોડ (ગુ.હા.બો. સુરત)ના સાસુ, ગલાભાઇ મીઠાભાઇ જોગદીયા, રત્નાભાઇ મીઠાભાઇ જોગદીયા, જેઠાભાઇ મીઠાભાઇ જોગદીયા, બધાભાઇ મીઠાભાઇ જોગદીયાના ભાભી, સ્વ.કરશનભાઇ લવજીભાઇ સુમરાના બેન, સ્વ.લાલજીભાઇ વશરામભાઇ પડાયા ટાણાના ભાણેજ, દિપાલી, શશીકાંત, પ્રગ્નેશ, રાહુલ, પરીમલ, હર્ષ, મૈત્રીના દાદી, હરિભાઇ ધનજીભાઇ સોલંકી, લક્ષ્મણભાઇ ઉકાભાઇ બોરીચા, મનુભાઇ અરજણભાઇ બોરીચા, પ્રવિણ ખીમજીભાઇ બોરીચાના માસી થાય. તેનું બેસણું તા.13ને સોમવારે સાંજે 4 થી 6 કલાકે તેમજ ઉત્તરક્રિયા તા.14ને મંગળવારે સવારે 8 કલાકે તેના નિવાસસ્થાને નવયુગ સોસાયટી, પ્લોટ નં.15, જવેલ સર્કલ, ધોબીઘાટ રોડ, ભાવનગર ખાતે રાખેલ છે.

જૈનમરણભાવનગર| હાથસણીવાળાહાલ ભાવનગર સ્વ.દોશી જેન્તીલાલભાઇ મુળજીભાઇના પુત્ર જીતેન્દ્રભાઇ(ધર્મેન્દ્રસ્ટોર્સ, ઉ.વ.61) તા.11ના નવકાર મહામંત્રનું સ્મરણ કરતા સ્વર્ગવાસ પામેલ છે. તે કિર્તીભાઇ, જયેન્દ્રભાઇ (જે.જે. દોશી, પાનવાલા), હર્ષાબેન પ્રકાશકુાર (વાપી), વર્ષાબેન અશોકકુમાર (અમદાવાદ)ના મોટા ભાઇ, હસુમતીબેનના પતિ, પારૂલબેન રાજેશકુમાર (અમદાવાદ), ધર્મેશ (દીપ સેલ્સ), તેજલબેન જલ્પેશકુમાર (ડોમ્બીવલી)ના પિતાશ્રી, દિપાલીના સસરા, નિશ્રા, હીરના દાદા, હેત્વી, વત્સલ, દવીજના નાના, સ્મિતાબેન, મીનાબેનના જેઠ, વિશાલ, ભવદીપ, આગમ, એકતા, પૂજા, વિરતીના દાદા, સ્વ.અમૃતલાલભાઇ, સ્વ.બાબુલાલભાઇ, પુનમચંદભાઇ (ગૌતમ ઇલેકટ્રીકવાળા), સુરેશભાઇ (જીગર ઇલે.), સ્વ.રાયચંદભાઇ મોહનલાલ (જાળીયા હસ્તગીરી), રંભાબેન શાંતિલાલ, જસકુંવરબેન કેશવલાલ (અમદાવાદ)ના ભત્રીજા, વિઠલદાસભાઇ (ઘીવાળા), રસીકભાઇના ભાણેજ, વીરચંદભાઇ ગુલાબચંદભાઇ (તરપાળાવાળા)ના જમાઇ, રવિનચંદ્ર શાંતિલાલના સાઢુભાઇ, પ્રવિણભાઇ કેશવલાલભાઇ (ઓથાવાળા)ના વેવાઇ દરેક પક્ષની સંયુકત સાદડી તા.12ને રવિવારે સવારે 9 થી 11 ભાઇઓ તથા બહેનોની સાથે લોહાણા વિદ્યાર્થીભવન, પીલગાર્ડન પાસે, ભાવનગર રાખેલ છે.

મુસ્લિમમરણલોયંગા| હાજી આમનભાઇ કાશમભાઇ કમાણી (ઉ.વ.66)તે ભીખાભાઇ, ફીરોજભાઇ, બાબુભાઇ, ઇમરાનભાઇના વાલીદ, સલેમાનભાઇ, હબીબભાઇ, અ.સતારભાઇ, મ.કાળુભાઇ, રહીમભાઇ, સતારભાઇ, જુસબભાઇ, યુસુફભાઇ, ઇસમાઇલભાઇ મૌલાના, હારૂનભાઇ (ગઢડા), ઇબ્રાહીમભાઇ અલીમામનભાઇના મોટાભાઇ, અલીભાઇ કાશમભાઇ કાળાંવડીયા (બોરડા), યુનુસભાઇ ઓસમાણભાઇ (શોભાવડ)ના બનેવી ખુદાની રહેમતમાં પહોંચેલ છે. તેમની જીયારત તા.12ને રવિવારે સવારે 10 કલાકે મર્દોમાં તથા ઓરતોમાં તેના નિવાસે રાખેલ છે.સિહોર| ઉસ્માનશા અલીશા મકરાણી (ઉ.વ.60,હજરત તોડાશાહ દાદાના ખાદીમ) તા.10/4ને શુક્રવારે ખુદાની રહેમતમાં પહોંચી ગયેલ છે. તે મહેબુબશા હબીબશા,રફિક બાપુના કાકા, ભીખુશા સુવાલીના બનેવી, રફિકશા દિલાવરશાના સસરા થાય. તેમની જીયારત તા.12/4ને રવિવારે સવારે 9: 30 કલાકે મર્દો માટે જુમ્મા મસ્જિદમાં તેમજ ઔરતો કપોળ સમાજની વાડી, સિહોર ખાતે રાખેલ છે. હિન્દુ ભાઇઓ માટેનું બેસણું તા.13/4ને સોમવારે સાંજે 4 થી 6, તેમના નિવાસ સ્થાન કંસારા બજાર પીરની દર્ગાહ પાસે, સિહોર ખાતે રાખેલ છે.