• Gujarati News
  • ગ્રાન્ટ ઇસ્યુ થઇ ગઇ પણ ટ્રેઝરી સુધી પહોંચાડે કોણ ?

ગ્રાન્ટ ઇસ્યુ થઇ ગઇ પણ ટ્રેઝરી સુધી પહોંચાડે કોણ ?

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં ફરજ બજાવતા 800 જેટલા પ્રાથમિક શિક્ષકોનો ગત માર્ચ માસનો પગાર આજે દોઢ માસ જેવો સમયગાળો વિત્યા છતાં થયો નથી. સમિતિમાં હાલ કોઇ જવાબદાર અધિકારી નથી અને તેનું ખાતુ ધણીધોરી વગરનું થઇ ગયું છે.

મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘે પણ મામલે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે સરકાર દ્વારા તો ગત તા.7 એપ્રિલ,2015ના રોજ પગારની ગ્રાન્ટ ઇસ્યુ થઇ ગઇ છે. પણ શિક્ષણ સમિતિમાં શાસનાધિકારી તરીકે કોઇ હાજર થવાથી ગ્રાન્ટ મેમો ટ્રેઝરીમાં મોકલી શકાતો નથી. ડીઈઓ કચેરી દ્વારા શાસનાધિકારી ચાર્જ હૂકમ તો થયો છે છતાં આજ દિન સુધી ચાર્જ સંભાળ્યો નથી. તેથી પરિણામે આજે 800 પ્રાથમિક શિક્ષકોને એપ્રિલ માસ તો ઠીક પણ ગત માર્ચ માસનો પગાર પણ હજુ મળ્યો નથી.

સંજોગોમાં શાસનાધિકારી કચેરીમાં ઇન્ચાર્જ નહીં પણ કાયમી શાસનાધિકારીની નિમણૂંક કરવામાં આવે તો વહીવટી બાબતોના પ્રશ્નોનો નિકાલ આવે બાકી તો વહી રફતાર જેવી પરિસ્થિતિ ચાલુ રહેશે. વળી જે અધિકારીને હોદ્દો ગ્રહણ કરવાનો હૂકમ થયો છે તે રજા ઉપર ઉતરી ગયા હોય તેની રજા રદ કરવા પણ સંઘના મહામંત્રીએ માંગ કરી છે.

800 મ્યુ. પ્રાથમિક શિક્ષકો દોઢ માસથી પગાર વિહોણા