• Gujarati News
  • મુખ્યમંત્રીનો હકારાત્મક અભિગમ

મુખ્યમંત્રીનો હકારાત્મક અભિગમ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના કાળિયાબીડ વસાહતને રેગ્યુલરાઈઝ કરવા તેમજ ભાવનગરના િવકાસ પ્લાનને મંજૂર કરવા ધારાસભ્યમાં જીતુભાઈ વાઘાણીએ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને રજૂઆત કરી હતી જે સંદર્ભે કાર્યવાહી કરવા સંબંિધતોને સૂચના આપવામાં આવી છે.

કાળિયાબીડ વસાહતમાં અંદાજે 8 હજારથી વધુ બાંધકામો અને 50 હજારથી વધારે મધ્યમવર્ગના લોકો વસવાટ કરે છે. અંદાજે 35થી 40 વર્ષ જુનો કાળિયાબીડ રેગ્યુલાઈઝ કરવાનો પ્રશ્ન પેન્ડીંગ છે. જે બાબતે રહેવાસીઓ અને કાિળયાબીડના નગરસેવકો દ્વારા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીને અવાર-નવાર રજૂઆત કરી હતી. જે સંદર્ભે જીતુભાઈએ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને ઝડપથી કાર્યવાહી હાથ ધરવા િવનંતી કરી હતી. તેવી રીતે ભાવનગરના અટવાયેલા િવકાસ પ્લાનને કારણે શહેરીજનોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. તે સંદર્ભે પણ જીતુભાઈ મુખ્યમંત્રીને રજૂઆત કરતા બન્ને પ્રશ્ને મુખ્યમંત્રીએ હકારાત્મક અભિગમ રાખી સંબંધિત િવભાગોને કાર્યવાહી કરવા સૂચના આપી છે.

કાળિયાબીડ, DP પ્લાન માટે ધારાસભ્યની સીએમને રજૂઆત