• Gujarati News
  • આજથી ઓરિયોનીડસ ઉલ્કા વર્ષાનો નજારો

આજથી ઓરિયોનીડસ ઉલ્કા વર્ષાનો નજારો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશ-વિદેશમાં કલાકના 15થી 50 અને વધુમાં વધુ 100થી વધુ ઉલ્કા વર્ષા દિવાળી પૂર્વે દિવાળીની આતશબાજી જેવા દ્રશ્યો સર્જશે. ઉલ્કા નિહાળવા માટે મધ્ય રાત બાદથી પરોઢનો સમય શ્રેષ્ઠ છે. નરી આંખે િનર્જન જગ્યાએ કે ખુલ્લા મેદાનમાં વર્ષા સારી રીતે નિહાળી શકાશે. વર્ષ દરમિયાન ઉલ્કા વર્ષા વધુમાં વધુ 10 થી 12 વખત અને વધુમાં વધુ 15 વખત જોવા મળે છે.

ઉલ્કા વર્ષા થાય માટે મૂળ તો ધૂમકેતુ કારણભૂત છે. તેમાંથી વિસર્જિત થયેલા પદાર્થો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે અને તેઓ પ્રકાશનો શેરડો છોડે છે. તેમનો વેગ સેકન્ડના 30 કિલોમીટરનો હોય છે. પૃથ્વી પર રોજ 40 ટન ઉલ્કા પ્રવેશ કરે છે.