• Gujarati News
  • શહેરમાંથી એક યુવાનનાં અપહરણ બાદ છૂટકારો

શહેરમાંથી એક યુવાનનાં અપહરણ બાદ છૂટકારો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના કણબીવાડમાં રહેતા અને મે.સોમનાથ જવેર્લ્સની દુકાનમાં દાગીના બનાવવાનું કામ કરતા બંગાળી કારીગર સપના સુકુમાર સાવ બંગાળીને મોડીરાત્રિના બાઈક પર પોતાના ઘરે જતો હતો ત્યારે કણબીવાડ ઓમકારેશ્વર મહાદેવ મંદિર પાસે એક મોટરકારમાંથી સાગર બ્રાહ્મણ, ઈમરાન મેમણ, મહેશ કોળી અને અજય કોળીએ નીચે ઉતરી કારીગરની છરી બતાવી તેનું અપહરણ કરી તેને કારમાં નાખી નાસી છૂટ્યા હતા. બાદ રૂા.1220ની લૂંટ ચલાવી તેેને છોડી નાસી છૂટ્યા હતા. અંગે સીડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાતા પોલીસે ચારે આરોપીઓને ઝડપી લીધા હતા તથા સોનીનો કારીગર હોય તેની પાસેથી મોટી રકમ કે સોનુ-ચાંદી મળી રહેશે તે આશાએ તેનું અપહરણ કર્યું હોવાનું પોલીસની તપાસમાં જણાવાયુંહતું.