• Gujarati News
  • ભાવનગર| ભાવનગરઅારટીઓ દ્વારા થોડા સમય પૂર્વે વાહન માિલકો પાસે સોગંદનામા

ભાવનગર| ભાવનગરઅારટીઓ દ્વારા થોડા સમય પૂર્વે વાહન માિલકો પાસે સોગંદનામા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર| ભાવનગરઅારટીઓ દ્વારા થોડા સમય પૂર્વે વાહન માિલકો પાસે સોગંદનામા કરાવાતા હતા. જેમાં કયા િનયમ હેઠળ વાહન ચાલકોને સોગંદનામા કરાવવાની ફરજ પડાતી હતી તે બાબતે ભાવનગરના નાગરિકો કરણ દવે, પાર્થ જોષી અને ભાવીન બધેકા દ્વારા આરટીઓ કચેરીમાં આરટીઆઇ કરીને માહિતી માંગી છે. ઉપરાંત સોગંદનામા સાથે લીધેલો દંડ પરત કરવાની માંગણી કરેલ છે.

RTOમાં સોગંદનામા અંગે માહિતી મંગાઇ

ભાવનગર| સ્વદેશીજાગરણ મંચનો પ્રાંત સ્તરીય સોવીનીયરના વિમોચનનો કાર્યક્રમ તા.30 નવેમ્બરને રવિવારે સવારે 10 કલાકે દીપક હોલ ખાતે યોજાયો છે. શશિભાઇ વાધરના હસ્તે અને દીનેશભાઇ શુક્લના અધ્યક્ષસ્થાને યોજાનારા છે.

સ્વદેશી જાગરણ મંચ દ્વારા અનાવરણ

ભાવનગર| સરકારીમાજીરાજ ગર્લ્સ હાઈસ્કૂલની િવજ્ઞાન પ્રવાહની ધો.11 અને 12ની િવદ્યાર્થિનીઓની બુધેલની આજુબાજુમાં બાયોલોજીકલ મુલાકાત યોજાયેલ જેમાં વનસ્પતિઓના જુદા જુદા નમુનાઓમાં પર્ણ, પુષ્પ, પ્રકાંડ, મૂળ વગેરેનો અભ્યાસ કરવામાં આવેલ તેમજ નર્સરી અને પર્યાવરણનો અભ્યાસ કર્યો હતો.

શાળાની િવદ્યાર્થિનીઓ બાયોલોજીકલ મુલાકાતે

ભાવનગર| પાર્કિન્સન્સજેવી અસાધ્ય બીમારી અંગે િવકસાવાયેલ કસરત પધ્ધતિઓથી પીએનઆર સોસા.ના થિઝિયોથેરાપિસ્ટો તા.30, રવિવારે સવારે 11 થી 1મા પીએનઆર હોિસ્પટલ, િવદ્યાનગરમાં કસરત, આહાર-વિહાર અંગે િવનામૂલ્યે માર્ગદર્શન આપશે.

પાર્કિન્સન્સ બીમારીમાં રાહત માટે માર્ગદર્શન

ભાવનગર| રાષ્ટ્રભાષાપ્રચાર સમિતિ (વર્ધા) દ્વારા તા.21/22, ફેબ્રુઆરી-15ના હિન્દીની શુધ્ધ સુલેખન, પ્રાથમિક, પ્રારંભિક, પ્રવેશ, રાષ્ટ્રભાષા પરિચય (ધો.10 સમકક્ષ) પરીક્ષાઓ લેવાશે. પરીક્ષા ધો.4 થી કોલેજ સુધીના િવદ્યાર્થીઓ આપી શકશેે. ફોર્મ ભરવા અને નવા કેન્દ્ર માટે ભાવ.જિલ્લા કેન્દ્ર, તેજસ્વી સ્કૂલ, પ્લોટ નં.25, બાલયોગીનગર, ઘોઘા રોડ ખાતે સવારે 9 થી 12, સાંજે 6 થી 7મા સંપર્ક કરવો.

રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ દ્વારા િહન્દી પરીક્ષા

ભાવનગર| કાર્ડિયોલોજીસ્ટડો.રમેશ કાપડિયા પ્રાયોજીત યુિનવર્સલ હિલિંગ સેન્ટરમાં હૃદયરોગના દર્દીઓ માટે વીડિયો કેેસેટ દ્વારા હળવી કસરત, શવાસન, ધ્યાન િવનામૂલ્યે દર મંગળ અને શુક્રવારે સાંજે 6:15 થી 7મા પીએનઆર હોિસ્પટલ, પ્રાર્થના ખંડ, િવદ્યાનગર ખાતે યોજાય છે.

હૃદયરોગના દર્દીઓ માટે હિલિંગ સેન્ટર

સંક્ષિપ્ત સમાચાર