• Gujarati News
  • નરેન્દ્ર મોદી મજબૂત મનોબળના માણસ : જગતગુરૂ શંકરાચાર્ય

નરેન્દ્ર મોદી મજબૂત મનોબળના માણસ : જગતગુરૂ શંકરાચાર્ય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતના પ્રવાસ દરમિયાન ભાવનગર ખાતે આજે ‘સનાતન ધર્મની અવધારણા: ભારતની િવશ્વગુરૂના રૂપમાં સંભાવના’ વિષય ઉપર આયોજીત સંગોષ્ઠિ સંબોધનના એક પ્રશ્નના ઉત્તરમાં બોલતા િહંદુ ધર્મના સૌથી વધુ પૂજનીય શંકરાચાર્યએ જણાવ્યું હતું કે, ચા વાળામાંથી મુખ્યમંત્રી અને વડાપ્રધાનપદ સુધી પહોંચવા માટે નરેન્દ્ર મોદીમાં પ્રારબ્ધ તેમજ પુરૂષાર્થનો સરવાળો જોવા મળે છે. પ્રશ્નકર્તાએ સારા અને ખરાબ કર્મોના ફળ માટે પૃચ્છા કરી હતી. તેમાં િરલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને નરેન્દ્ર મોદીની સફળતાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

ઉપરાંત પ્રશ્નકર્તાઓએ મોક્ષ શું છે, તે કઈ રીતે મળે, સનાતન ધર્મની અવધારણા, મનુષ્ય અવતાર બે-ત્રણ જન્મો સુધી મળે વગેરે જેવા ગૂઢ પ્રશ્નો પણ પૂછયા હતા.

સાયન્સ અને ટેકનોલોજીનો ઉપયોગ દિશાહિન

િનશ્ચલાનંદજીએજણાવ્યુંહતું કે ખરેખર તો સાયન્સનો ઉપયોગ કોઈ સાધનની ઉત્પત્તિ, તેનો નાશ, ઉપયોગિતા બતાવતા માટે થવો જોઈએ પરંતુ અત્યારના સમયમાં સાયન્સ સાથે ટેક્નોલોજીનો દુરૂપયોગ થઈ રહ્યો છે. િવજ્ઞાન િદશાિવહીન જણાઈ રહ્યું છે. પાણી, પવન, પ્રકાશ તે દરેકમાં િવજ્ઞાનને પરિણામે િવકૃતિ આવી છે.

અજય ઠક્કર