• Gujarati News
  • નાયબ કાર્યપાલક પર હુમલાનો પાંચમો આરોપી જેલ હવાલે

નાયબ કાર્યપાલક પર હુમલાનો પાંચમો આરોપી જેલ હવાલે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઈમ રિપોર્ટર. ભાવનગર. 11 મે

ભાવનગરજીલ્લા પંચાયત કચેરીમાં બોટાદનાં નાયબ કાર્યપાલક ઇજનેર પર તાજેતરમાં કાનપરના 6 શખ્સોઅે જીવલેણ હુમલો કર્યો હતો.આ ઘટનામા પોલીસે 4 શખ્સોની ઘરપકડ કરી હતી. જે�ઓની પુછતાછમા વધુ બે શખ્સોના નામ ખુલતા તેમાથી એક ઇસમની પોલીસે ધરપકડ કરી જેલહવાલે કર્યો હતો.આમ ઘટનામાં કુલ 5 શખ્સોને જેલહવાલે કરાયા છે જયારે એક હજુ નાસતો ફરે છે.

બોટાદના નાયબ કાર્યપાલક ઇજનેર હીતેન્દ્રભાઇ ડી.અમીન પર કાનપરનાં 6 શખ્સોએ જીવલેણ હુમલો કર્યાની ઘટનામાં પોલીસે અગાઉ ચાર શખ્સોની ઘરપકડ કરી હતી.જેમા ભાજપનાં અગ્રણી જામસંગભાઇ મોરીનું નામ પણ છે અને બે શખ્સો ફરાર હતા.તેમાથી પોલીસે ધર્મેશ કીરીટભાઇ વાગડીયાની ઘરપકડ કરી કોર્ટમાં રજુકરતા અદાલતે તેને જેલ હવાલે કરવાહુકમ કરતા ઘટનામાં કુલ પાંચ શખ્સો જેલ હવાલે કરાયા છે જયારે એક શખ્સ હજુ નાસતો ફરેછે.તેમ એ.ડીવીજન પોલીસ મથકના પી.એસ.આઇ.એન.એન.રબારી જણાવ્યુ હતુ.