• Gujarati News
  • કુંભણ ગામે ઝઘડામાં વચ્ચે પડતા વૃદ્ધ દંપતીને માર માર્યો

કુંભણ ગામે ઝઘડામાં વચ્ચે પડતા વૃદ્ધ દંપતીને માર માર્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાઠાતાબેના કુંભણ ગામે રહેતા એક વૃદ્ધ દંપતી પડોશમાં થતો ઝઘડો અટકાવવા જતા ઝઘડો કરનાર શખ્સે ઉશ્કેરાઇ જઇ વૃદ્ધ દંપતીને માર માર્યો હતો.

ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ કુંભણ ગામે રહેતા અજવાળીબેન જીવણભાઇના ઘર પાસે રહેતા સુખાભાઇ કરશનભાઇ અને તેમની પત્ની ઝઘડો કરી રહ્યા હતા. તે વખતે અજવાળીબેન તથા તેના પતિ જીવણભાઇ ઓધાભાઇ કોળીએ તેઓને ઝઘડો નહિ કરવાનુ કહેતા આરોપી સુખાભાઇએ ઉશ્કેરાઇ જઇ અજવાળીબેન તથા તેના પતિ જીવણભાઇને ગાળો આપી ધોકા વડે માર મારી ઇજા પહોંચાડી હતી.

અંગે જીવણભાઇએ મહુવા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી બનાવની વધુ તપાસ હાથ ધરી છે.