• Gujarati News
  • સેન્ટ્રલ સોલ્ટના અધિકારી સામે દિલ્હીથી આવી તપાસ

સેન્ટ્રલ સોલ્ટના અધિકારી સામે દિલ્હીથી આવી તપાસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પીએચડી મહિલા સ્ટૂડ્ન્ટસ, પ્રોજેક્ટ આસિસ્ટન્ટ તેમજ રીસર્ચ વિભાગમાં કામ કરી રહેલી મહિલાઓ સમક્ષ સંસ્થાના ચીફ સાયન્ટીસ્ટ ડો.ભવનાથ ઝા દ્વારા અભદ્ર માંગણીઓ કરવામાં આવી રહી હતી અને રીસર્ચના બહાને શહેરની બહાર લઇ જઇ શારીરિક છેડછાડ કરવાનો પ્રયત્ન કરતા હતા.

સંસ્થાની પાંચ મહિલાઓ દ્વારા કરવામાં આવેલા આક્ષેપના પગલે દિલ્હીથી 4 સભ્યોની કમિટી મંગળવારે ભાવનગર આવી પહોંચી હતી. અને ફરિયાદી મહિલાઓને સાંભળી હતી, તથા કચેરીમાં આરોપીની વિરૂધ્ધમાં નિવેદનો નોંધ્યા હતા. અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

4 સમ્યોની કમિટી દ્વારા પુરાવા, નિવેદનો એકત્ર કરવામાં આવી રહ્યા છે અને તેઓને 90 દિવસમાં વિસ્તૃત રીપોર્ટ સુપરત કરવા જણાવવામાં આવ્યુ છે.