• Gujarati News
  • અંડર 16 : સેન્ટ મેરિસની ટીમે સેન્ટ મેરિસને હરાવી

અંડર-16 : સેન્ટ મેરિસની ટીમે સેન્ટ મેરિસને હરાવી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : ભાવનગરસિટી ક્રિકેટ એસોસિએશન અને સર ભાવસિંહજી ક્રિકેટ કલબના સંયુક્ત ઉપક્રમે આજથી શરૂ થયેલી અંડર-16 આર.ડી.ઝાલા ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્ના.માં સેન્ટ મેરિસ ગુજરાતી મીિડયમ સામે સેન્ટ મેરિસ ઇંગ્લીશ મીિડયમ સ્કૂલનો વિજય થયો હતો.

સર બીસીસીના મેદાન ખાતે રમાતી ટુર્ના.માં સેન્ટ મેરિસ ઇંગ્લીશની ટીમ 25.2 ઓવર્સમાં 75 રને ઓલઆઉટ થઇ ગઇ હતી. યુવરાજ સિનોલના 19 રન મુખ્ય હતા. જુનેદ શેખે 3, આશિષે 2 વિકેટો ખેડવી હતી. સેન્ટ મેરિસ ગુજરાતીની ટીમ 19.4 ઓવર્સમાં 71 રને ઓલઆઉટ થઇ ગઇ હતી. મોન્ટુ પરમારના 15, નિથમના 12 રન મુખ્ય હતા. મેન ઓફ મેચ કર્તવ્ય દિવાકરે 5, હર્ષ જાનીએ 3 વિકેટો ખેડવી હતી.