• Gujarati News
  • કોલેજ જોડાણની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રવેશ નહીં

કોલેજ જોડાણની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રવેશ નહીં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી જાહેરાત નહીં
મંજૂરી માટે કેટલા કોઠા વિંધવા પડે ?
કોઇ પણ નવી કોેલેજ યુનિ.સાથે જોડાણ માંગે ત્યાર બાદ એક પ્રક્રિયા હોય છે તેમાં તમામ પગલાં સફળતાપૂર્વક પસાર કર્યા બાદ જ વિધાર્થીઓને પ્રવેશની મંજૂરી આપવામાં આવે છે. આમ છતાં કેટલીક કોલેજો યુનિ.નું હજી તો કાયદેસરનું જોડાણ ન મેળવ્યુ઼ હોવા છતાં યુનિ.નું નામ જોડી સંસ્થામાં પ્રવેશનો આરંભ કરી દે છે. આ ગંભીર બાબત છે. આથી વિધાર્થીઓ અને તેમના વાલીઓએ ખાસ ઘ્યાન રાખવું કે તે જેમાં પ્રવેશ માટે ઉત્સુક છે તે કોલેજને સંપૂર્ણ માન્યતા મળી ગઇ છે કે કેમ ? આ અંગે તેઓ યુનિ.ની સત્તાવાર વેબસાઇટ www.mkbhavuni.edu.in પર જઇ જે તે કોલેજ અને તેમાં ચાલતા કોર્સ અંગે ખરાઇ કરી શકે છે. આટલી પ્રક્રિયા કરશો તો તમારા ભવિષ્ય સાથે, ગત વર્ષે ટીમાણાની કોેલેજે જેમ કેટલાક વિધાર્થીઓના ભાવિ સાથે ચેડા કરેલા તેવા, ચેડા કરી શકશે નહીં.
મહારાજ કષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. દ્વારા જયાં સુધી નવી કોલેજને પ્રવેશ માટેની તમામ કાર્યવાહી પૂર્ણ ન થઇ જાય ત્યાં સુધી કોઇ પણ કોલેજ કે કોર્સમાં પ્રવેશ કે યુનિ. સાથેના જોડાણની જાહેરાતો ન આપવી જે.એસ.શર્મા, કુલસચિવ, યુનિ.
નીડ કમિટિની મંજૂરી
એલઆઇસીની મંજૂરી
એકેડેમિક કાઉન્સિલની મંજૂરી
એકિઝકયુટિવ કાઉન્સિલની મંજૂરી
સરકાર દ્વારા મંજૂરી
ભાવનગર. ૨૮ મે
મહારાજ કષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. દ્વારા જયાં સુધી નવી કોલેજને પ્રવેશ માટેની તમામ કાર્યવાહી પૂર્ણ ન થઇ જાય ત્યાં સુધી તેમાં એક પણ વિધાર્થીને ખોટી ઉતાવળ કરી પ્રવેશ ન લેવા યુનિ.ના રજીસ્ટ્રારે તાકીદ કરી છે. કોલેજના નામનું માત્ર પાટીયું વાંચી ઉતાવળ કરી પ્રવેશ લઇ લેવાથી ગત વર્ષે જે હાલત તળાજાની ટીમાણાની કોલેજમાં પ્રવેશ લીધેલા વિધાર્થીઓની થઇ તેવી જ હાલત થઇ શકે છે.