• Gujarati News
  • લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા પોસ્ટર ડિઝાઈન સ્પર્ધા

લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા પોસ્ટર ડિઝાઈન સ્પર્ધા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી નિમિત્તે કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સંયુકત ઉપક્રમે આગામી તા.૫ જૂનને ગુરૂવારે સવારે ૯ થી ૧૨ દરમિયાન મોતીબાગ ટાઉન હોલમાં શહેર-જિલ્લા ક ાાની પોસ્ટર ડિઝાઇન અને વકતૃત્વ સ્પર્ધા યોજાશે. તમારો અવાજ ઉઠાવો, સમુદ્ર સ્તરને વધતું અટકાવો વિષયક પોસ્ટર ડિઝાઇન સ્પર્ધા ત્રણ વિભાગમાં રાખી છે. જેમાં ૬ થી ૧૩ વર્ષની વય માટે વિભાગ ૧, ૧૪ થી ૧૮ વર્ષની વય માટે વિભાગ ૨ તથા ૧૯ થી ઉપરની વયના ઉમેદવારો માટે ત્રીજો વિભાગ તેમજ વકતૃત્વ સ્પર્ધા બે વિભાગમાં રાખેલ છે. જેમાં ધો. ૫ થી ૧૦ માટે વિભાગ ૧ તથા ધો.૧૦ થી ઉપરના વિધાર્થીઓ માટે વિભાગ ૨ રાખેલ છે. વધુ માહિતી તથા નામ નોંધણી માટે કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, વિજ્ઞાન પ્લોટ નં.૨૨૦૬/૪ એ પંજાબ નેશનલ બેન્કવાળી શેરી, સંસ્કાર મંડળ પાસે, ભાવનગરનો સંપર્ક સાધવો.