ટ્રાફિક સમસ્યાના

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાફિક સમસ્યાના

ઉકેલ માટેના ઉપાયો

પીરછલ્લાઅનેવોરાબજાર વ.સાંકડી બજાર છે. જયારે ટ્રાફિક સમસ્યા વિકરાળ બની હોય દિવાળીના 15 દિવસ અગાઉ તમામ પ્રકારના વાહનો માટે અેરીયામાં કડક પ્રવેશબંધી જાહેર કરવી અને માર્ગો પર ખાનગીવેશધારી પોલીસકર્મીઓની સંખ્યા વધારવી ખૂબ જરૂરી છે.તમામ લારી-ગલ્લાવાળાઓ માટે તેમજ ગ્રાહકોના વાહનોના પાર્કીંગ માટે અલાયદી વિશાળ જગ્યા અગાઉ જાહેરાત કરી તેનો અમલ કરાવવો જોઇએ.

દિપાવલીના તહેવારોને અનુલક્ષીને જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓની ખરીદી અર્થે પીરછલ્લાશેરી અને વોરાબઝાર સહિત આસપાસના અનેક વિસ્તારોમાં બહોળી સંખ્યામાં ગ્રાહકો ઉમટી પડતા હોય છે.ત્યારે વિસ્તારોમાં ટ્રાફિક સમસ્યા શિરદર્દ સમાન બની જાય છે. ઉપરોકત વિસ્તારોમાં લારી-ગલ્લાના ખડકલાથી રોડ સાંકડા થઇ ગયા છે. ટ્રાફિક સમસ્યા તદ્દન ખાડે ગઇ છે. અહિં યોગ્ય રીતે ટ્રાફિકનિયમન કરવામાં આવતું હોય ગ્રાહકોને અવર-જવરમાં ભારે હેરાનગતિ વેઠવી પડે છે. વોરા બજાર અને પિરછલ્લા વ. વિસ્તારમાં ટ્રાફિકના નિયમન માટે તદ્દન અપૂરતો પોલીસ સ્ટાફ ફાળવાયો હોય બેસૂમાર ગીર્દીનો અસામાજિક તત્વો દ્વારા ગેરલાભ ઉઠાવાય છે ગ્રાહકોના કિંમતી માલસામાન ભરેલા થેલા અને પાકીટ તેમજ મોબાઇલની ઉઠાંતરીના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે.

વોરાબઝાર એસોસીએશન દ્વારા અગાઉ અનેકવાર દિવાળીના તહેવારમાં પૂરતો પોલીસ બંદોબસ્ત ફાળવવાની લોકદરબારમાં રજુઆતો કરવા છતા પોલીસ તંત્ર દ્વારા દુર્લક્ષ્ય સેવાઇ રહેલ છે.ઉપરોકત વિસ્તારોમાં સાંજે પોલીસ અધિકારીઓ ખાનગી વેશમાં ફરે તો તેઓને વાસ્તવિક પરિસ્થિતીનો તાગ મળી શકશે.

ભાવનગર. 19 ઓક્ટોબર

પ્રકાશનાપર્વ દિપાવલીના તહેવારોને આડે હવે ગણત્રીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરના હાર્દસમા પીરછલ્લાશેરી, વોરાબઝાર િવ. વિસ્તારમાં દિવસ દરમિયાન આબાલવુધ્ધ ગ્રાહકોની બેસૂમાર ભીડ રહેતી હોય અહિના મુખ્ય માર્ગો પર આડેધડ રીતે ખડકાયેલા લારી-ગલ્લાઓથી ગ્રાહકોને અવર-જવરમાં પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે.એટલુ નહિ જરૂરી પોલીસ બંદોબસ્તના અભાવે ગ્રાહકોના પાકીટ,મોબાઇલ અને માલસામાન સાથેના થેલાની ઉઠાંતરીના બનાવોમાં ચિંતાજનક પ્રમાણમાં વધારો થયો છે.

શહેરમાં વોરાબઝાર અને પીરછલ્લા ખાતે શિરદર્દ સમી ટ્રાિફક સમસ્યા

ભાવનગર શહેરમાં અપૂરતા પોલીસ બંદોબસ્તના કારણે અસામાજિક તત્વોને મળી રહ્યું છે મોકળુ મેદાન

મુશ્કેલી | તંત્રવાહકોનીઉદાસીનતાના લીધે