• Gujarati News
  • બંગાળી યુવાન સાથે લૂંટ કરનાર ચાર જેલહવાલે

બંગાળી યુવાન સાથે લૂંટ કરનાર ચાર જેલહવાલે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરની સોમનાથ જવેલર્સમાં મોકરી કરતા બંગાળી કારીગર સપનકુમાર શાવ ત્રણેક દિવસ પૂર્વે તેમની મોટરસાયકલ પર મોડીરાત્રે કણબીવાડ પોતાના ઘરે જઇ રહ્યા હતા તે વખતે મોટરકારમા આવેલા સાગર હરકાંતભાઇ ઉપાધ્યાય, મેમણ ઇમરાન ઉર્ફે કાનો ઇબ્રાહીમભાઇ, મહેશ ઉર્ફે મયલો ભોપાભાઇ બારૈયા અને અજય ઉર્ફે અજો લાલજીભાઇ મકવાણા લૂંટના ઇરાદે સપનનું અપહરણ કરી લઇ ગયા હતા. જો કે તેની પાસેથી કોઇ મોટી રકમ મળતા છોડી દેવાયો હતો.

અંગે બાદમાં સપાભાઇએ સી ડીવીઝનમાં ફરિયાદ નોંધાવતા પી.આઇ. ડાભીએ તપાસ હાથ ધરી ઉપરોકત ચારેય આરોપીઓને ઝડપી લઇ પુછપરછ હાથ ધરતા જેમાં મહેશ ઉર્ફે મયલો ભોપાભાઇ બારૈયા પાંચ વર્ષ પૂર્વે ખૂન કેસમાં ઝડપાયો હોવાનું તપાસનીશ પોલીસ અધિકારીએ જણાવ્યુ હતુ. જ્યારે અન્ય આરોપી મેમણ ઇમરાન ઉર્ફે કાનો અગાઉ બી.ડીવીઝન પોલીસ મથકના વિસ્તારમાંથી સ્કૂટરની ડીક્કીમાંથી ચોરી કરતા ઝડપાયો હતો. સી ડીવીઝન પોલીસ મથકના પી.આઇ. ડાભી તમાને આજે સાંજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા અદાલતે તમામના રિમાન્ડ નામંજૂર કરી તમામને જેલ હવાલે કરવા હુકમ કર્યો હતો.