• Gujarati News
  • સ્મોલ & સ્વીટની સાથે ભાવનગર ગ્રીન યુનિ.

સ્મોલ & સ્વીટની સાથે ભાવનગર ગ્રીન યુનિ.

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એમ.કે.બી.યુનિ.માં આજે રાજ્યના ઉચ્ચ શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધારાસભ્ય વિભાવરીબહેન દવે સમક્ષ રાજ્યના ઉચ્ચ શિક્ષણ મંત્રીએ યુનિ.ના બન્ને કેમ્પસમાં હરિયાળી પાથરવા ઇચ્છા દર્શાવતા વિભાવરીબહેને હવે બીજા કેમ્પસ માટે પણ અલગથી રૂા.3 લાખની ગ્રાન્ટ ફાળવી છે. ઉપરાંત કેમ્પસમાં યુનિ.ના સ્ટાફ મિત્રો વૃક્ષોને દત્તક લેશે અને તેનો ઉછેર કરી ગ્રીન યુનિ.નું સ્વપ્ન સાકાર કરશે તેમ ધારાસભ્યએ જણાવ્યું હતુ.

વૃક્ષારોપણના કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યો વિભાવરીબહેન દવે, જીતુભાઇ વાઘાણી ઉપરાંત કુલપતિ ડો.એચ.એન.વાઘેલા, રજીસ્ટ્રાર જે.એસ.શર્મા, ઇ.સી.સભ્યો, પ્રોફેસરો વિ. ઉપસ્થિત રહ્યાં હતા.