• Gujarati News
  • ભાવેણાને સ્ટેડિયમ આપવા રજૂઆત

ભાવેણાને સ્ટેડિયમ આપવા રજૂઆત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : ભાવનગરમાંપ્રથમ હરોળનું સ્ટેડિયમ બનાવવાની મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કરેલી જાહેરાતને દીર્ઘ સમય થતાં વચનનો વાસ્તવિક અમલ કરવા યાદ દેવડાવતી રજૂઆત ધારાશાસ્ત્રી અક્ષય ઓઝાએ કરી છે.પત્ર દ્વારા કરેલી રજૂઆતમાં તેમણે જણાવ્યું કે સરકાર દ્વારા કરાયેલી મોટાભાગની જાહેરાતો માત્ર સપનું હોય છે. તેમણે જણાવ્યું કે ભાવનગરના ખેલાડીઓ રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય કક્ષાએ સારી િસદ્ધિઓ મેળવે છે. તેમને ઘર આંગણે સ્ટેડિયમ મળવું જોઈએ. િસદસરમાં આવેલું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ પણ બદતર હાલતમાં હોવાનું તેમણે ઉમેર્યું હતું.