• Gujarati News
  • જુનિયર બાસ્કેટબોલ ચેમ્પિયનશિપમાં ગુજરાતનો પરાજય

જુનિયર બાસ્કેટબોલ ચેમ્પિયનશિપમાં ગુજરાતનો પરાજય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર. કોચીન (કેરાલા) મુકામે રમાઈ રહેલ (જુનીયર (૧૮) નેશનલ બાસ્કેટબોલ ચેમ્પીયનશીપમાં આજે ગુજરાત રાજય અને ચંદીગઢ રાજય વરચે કસોકસ મુકાબલો રાો હતો. મેચમાં ૬૭-૬૭ના સ્કોર પર ટાઈ પડી હતી. ત્યારબાદ એકસ્ટ્રાટાઈમમાં ગુજરાતની ટીમ ૭૬-૭૯ના સ્કોર પર રહેતા ફકત ત્રણ પોઈન્ટથી હાર સહન કરવી પડી હતી. પરંતુ ગુજરાતની ટીમમાં (૧૨) બધાજ ખેલાડીઓ પહેલી વખત જ નેશનલ (૧૮) રમતા હોવા છતાં ખેલાડીઓએ રમતનું સુંદર પ્રદર્શન કર્યું હતું પરંતુ અનુભવના અભાવથી હાર ખમવી પડી હતી.ટીમમાંથી કેપ્ટને મિરંત ઈટાલીયાએ કેપ્ટન ઈનીંગ રમીને ૨૩ પોઈન્ટ સહેજાદ કુરેશીએ ૧૭ પોઈન્ટ, રવીકુમારે ૧૩ પોઈન્ટ અને સંજય જાડેજાએ ૧૨ પોઈન્ટનું યોગદાન આપેલ.