• Gujarati News
  • આજથી કોલેજોમાં દ્વિતીય સત્રના શિક્ષણ કાર્યનો આરંભ

આજથી કોલેજોમાં દ્વિતીય સત્રના શિક્ષણ કાર્યનો આરંભ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહારાજાકૃષ્ણકુમારસિંહજી ભાવ. યુનિ.માં તા.17 નવેમ્બરને સોમવારથી 100 જેટલી કોલેજોમાં દિવાળી વેકેશન બાદના શિક્ષણ કાર્યનો આરંભ થતા કેમ્પસ ફરીથી શૈક્ષણિક કાર્યોથી ધમધમતો થઇ જશે. એમકેબી યુનિ.માં ગત

અનુસંધાનપાના નં.11

તા.18 ઓક્ટોબરને શનિવારથી દિવાળી વેકેશનનો આરંભ થયો હતો અને 100 જેટલી કોલેજોમાં 30 દિવસના દિવાળી વેકેશન બાદ હવે તા.17 નવેમ્બરને સોમવારથી દ્વિતીય સત્રના શિક્ષણ કાર્યનો આરંભ થવા જઇ રહ્યો છે. યુનિ. સંલગ્ન આર્ટસ, સાયન્સ, કોમર્સ, એજ્યુકેશન, મેનેજમેન્ટ, લો વિ. કોલેજોમાં હવે તા.17 નવેમ્બરને સોમવારથી આગામી તા. 14 મે, 2015 સુધી બીજા સત્રનું શિક્ષણ કાર્ય શરૂ રહેશે. ત્યાર બાદ તા.15 મે,2015થી 26 જૂન, 2015 એટલે કે 40 દીવસનું ઉનાળુ વેકેશન પડશે.

યુનિ.ના અનુસ્નાતક ભવનોમાં ગત તા.3 નવેમ્બરથી બીજા સત્રનું શિક્ષણ કાર્ય શરૂ થઇ ગયું છે અને ભવનોમાં આગામી તા.4 મે, 2015 સુધી બીજા સત્રનું શિક્ષણ કાર્ય શરૂ રહેશે અને ત્યાર બાદ પી.જી.ભવનોમાં તા.5 મે,2015થી 13 જૂન,2015 સુધી એટલે કે 40 દિવસનું ઉનાળુ વેકેશન પડશે.