• Gujarati News
  • આજે થશે શનિ જયંતિની ઉજવણી

આજે થશે શનિ જયંતિની ઉજવણી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : તા.૨૮ મેને બુધવારે શનિ જયંતિની ભાવભકિતભેર ઉજવણી થશે. જયોતિષશાસ્ત્ર પ્રમાણે બુધવારે શનિ જયંતિનો દિવસ શનિ મહારાજની કપા મેળવવા માટે શ્રેષ્ઠ દિન છે. ખાસ તો અત્યારે જે પાંચ રાશિના જાતકોની પનોતી ચાલી રહી છે જેમાં કર્ક(ડ,હ), મીન(દ,ચ,ઝ,થ), તુલા(ર,ત),કન્યા(પ,ઠ,ણ) અને વૃિશ્ચક(ન,ય)ના જાતકોને બુધવારે ખાસ તો શનિ સ્તોત્ર કરવા અથવા તો હનુમાન ચાલીશાના પાઠ કરવાથી રાહત મળી શકે છે. આ દિવસે શનિ મહારાજને તેલ, અડદ કે કાળા તલ અર્પણ કરવાથી શનિ પીડામાંથી રાહત મેળવી શકાશે. શહેરમાં ખાસ તો મેઘાણી સર્કલ ખાતે સાંઇ બાબાના મંદિર, ગોળીબાર હનુમાન મંદિર તપસ્વીબાપુની વાડી વિ. સ્થળોએ બિરાજમાન શનિ મહારાજની વંદના માટે ભાવિકો ઉમટશે.