• Gujarati News
  • શનિવારે રતન ગિયુ રોળ નાટકનો યોજાશે પ્રયોગ

શનિવારે રતન ગિયુ રોળ નાટકનો યોજાશે પ્રયોગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યશવંત પંડયા સ્મૃતિનિધિ, ભાવ.ના આતિથ્યમાં ગુજરાત રાજય રમત ગમત યુવા અને સાંસ્કતિક પ્રવૃતિઓ વિભાગ તથા સંગીત નાટક અકાદમી (ગાંધીનગર) ના આર્થિક સહયોગથી ગુજરાતી ફિલ્મ અને રંગમંચના મહાનાયક ઉપેન્દ્ર ત્રિવેદી અભિનીત તેમજ ઝવેરચંદ મેઘાણી લિખિત રતન ગિયુ રોળનો દ્રશ્ય શ્રાવ્ય માઘ્યમની સહાયે નાટય પ્રયોગ તા.૩૧-૫ને શનિવારે રાત્રે ૯ કલાકે યશવંતરાય નાટયગૃહમાં યોજાશે. આ પ્રસંગે સંગીત નાટક અકાદમીના અઘ્ય ા યોગેશ ગઢવી, વિવેચક સતીષ વ્યાસ, કવિ વિનોદ જોશીની વિશેષ ઉપસ્થિતિ રહેશે. કાર્યક્રમના વિનામૂલ્યે પ્રવેશ પત્રો પ્રસાર (રૂપાણી સર્કલ), લોકમિલાપ (સરદારનગર), શ્રીજી ફટાકડા (બહુમાળી ભવન સામે) અને બજરંગ પાન સેન્ટર (જવેલ્ર્સ સર્કલ) ખાતેથી મળશે.
ભાવનગર . ૨૭ મે
શહેરના યશવંતરાય નાટયગૃહમાં આગામી તા.૩૧-૫ને શનિવારે રાત્રે ૯ કલાકે અભિનેતા ઉપેન્દ્ર ત્રિવેદી અભિનીત રતન ગિયુ રોળ નાટકનો વિનામૂલ્યે પ્રયોગ યોજાશે.