• Gujarati News
  • હોસ્પિટલની X Rayની સુવિધાનો એક્સ રે જરૂરી

હોસ્પિટલની X-Rayની સુવિધાનો એક્સ-રે જરૂરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
1 માસમાં આવશે નવા મશીન

સેવામાંનિષ્કાળજી અને અવ્યવસ્થા�ઓ માટે જાણીતી બનેલી ભાવનગરની સર ટી હોસ્પિટલમાં થોડા સમય પૂર્વે નવી �ઓપીડીનું એક્સ-રે મશીન બંધ પડી ગયા બાદ તંત્રએ રિપેર કરવા બાબતે અક્ષમતા બતાવ્યા બાદ જૂની બિલ્ડીંગમાં રહેલું વધુ એક એક્સ-રે મશીન તછેલ્લા 10 દિવસથી બંધ પડી ગયું છે. તંત્ર દ્વારા મામલે પણ કોઇ ધ્યાન આપવામાં નહી આવતાં વધુ એકવાર દર્દી�ઓ અગવડો અને મુશ્કેલી�ઓનો સામનો કરી રહ્યા છે.હોસ્પિટલમાં એક્સ-રે કઢાવવા માટે લાંબી-લાંબી લાઇનો લાગી રહી છે.

ઉલ્લેખનીય છે કે સર ટી હોસ્પિટલમાં અત્યારે કુલ 5 એક્સ-રે મશીન છે અને તેમાંથી 3 જૂની બિલ્ડીંગમાં અને 2 નવી બિલ્ડીંગમાં મૂકવામાં આવ્યા છે. પરંતુ તેમાંથી નવા બિલ્ડીંગનું એક્સ-રે મશીન ગત માસે બંધ પડી જતાં દર્દી�ઓને અગવડોનો સિલસિલો ચાલુ થયો હતો. દર્દી�ઓને નવી બિલ્ડીંગમાં સારવાર ચાલુ હોવા છતાં એક્સ-રે માટે જૂના બિલ્ડીંગમાં જવું પડે તેવી સ્થિતિ આવી પડી હતી. સ્થિતિ વચ્ચે તંત્રએ જણાવી દીધું હતું કે એક્સ-રે મશીન હવે રિપેર થાય તેમ નથી. સાથે જૂની બિલ્ડીંગનું એક્સ-રે મશીન નવી બિલ્ડીંગમાં લાવવાની વિચારણા ચાલુ થઇ હતી પરંતુ તેમ કરવામાં આવે તે પૂર્વે તેમાંનું એક મશીન પણ બંધ પડી જતાં એક્સ-રે સેવા માટે ભારે અગવડો પડી રહી છે. સામાન્ય રીતે એક મશીન દ્વારા રોજના 500થી 600 એકસ-રે નીકળતા હોય છે તેવા સંજોગોમાં હોસ્પિટલમાં બબ્બે મશીન બંધ હોવાને કારણે ભારે તકલીફ પડી રહી છે. એક્સ-રે માટે લોકોની લાઇનો લાગી રહી છે અને સમયસર એક્સ-રે નહીં નીકળતા હોવાને કારણે ડોક્ટરોની સેવા�ઓ પણ વિલંબિત થઇ રહી છે.

ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં દિન પ્રતિદિન આરોગ્યલક્ષી સેવા કથળી રહ્યાની ફરિયાદ આવી છે ત્યારે હવે એક્સ-રે મશીન ઠપ્પ થવાની ફરિયાદ દર્દીઓ અને તેના સગ્ગાવ્હાલાઓમાં ઉઠી રહી છે. જિલ્લા કક્ષાની સરકારી હોસ્પિટલમાં એકસ-રે કઢાવવા માટે લોકો લાઇન લગાડીને ઊભા હોય ત્યારે પણ એક્સ-રે મશીનની કામગીરી ધીમી થઇ રહી છે. પરિણામે લોકોને લાંબા સમય સુઘી ટટળવું પડે છે. એટલું નહી, વાર લાગી રહી હોવાની ફરિયાદ કરવામાં આવે ત્યારે એક્યુરસી માટે આમ કરવામાં આવતું હોવાનું જણાવવામાં આવે છે. લોકો ઇચ્છી રહ્યા છે કે સમસ્યાનો જલ્દીથી જલ્દી ઉકેલ આવે.

હેરાનગતિ | તંત્રને પડી નથી કે દર્દીઓની શું હાલત થાય છે : મશીનનાં અભાવે આરોગ્યલક્ષી સેવામાં પડતી હાલાકી

એકસ-રે મશીનોના અભાવે દર્દીઓને પડી રહેલી તકલીફો : હોસ્પિટલનાં તંત્ર દ્વારા માત્ર ઠાલાં વચનો