• Gujarati News
  • બપોરે ગરમીમાં 2.7 ડિગ્રીનો વધારો થતા ચૈત્રી ગરમી વરસી

બપોરે ગરમીમાં 2.7 ડિગ્રીનો વધારો થતા ચૈત્રી ગરમી વરસી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરશહેરમાં હવે ચૈત્ર માસની ગરમી બરાબર વરસી રહી છે. છેલ્લા 24 કલાકમાં શહેરના મહત્તમ તાપમાનમાં 2.7 ડિગ્રી સેન્ટીગ્રેડનો વધારો થઇ તાપમાનનો પારો 36.7 ડિગ્રીને આંબી જતા બપોરે ગરમી વધી હતી.

ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેન્ટીગ્રેડ હતું તે એક દિવસમાં 2.7 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 36.7 ડિગ્રીના આંકને આંબી જતા ગરમી વધી ગઇ હતી. શહેરમાં ઉત્તર-પશ્ચિમના ઠંડા પવનની ઝડપ પણ ઘટી જતા રાત્રે પણ બફારો વધી ગયો છે. શહેરમાં આજે પવનની સરેરાશ ઝડપ ઘટીને 10 કિલોમીટરની થઇ ગઇ હતી. વળી પવનની દિશા પણ બદલાઇ જતા રાત્રે પણ ઉકળાટ વધ્યો છે. ભાવનગર શહેરમાં હવે સંપૂર્ણ ઉનાળુ માહોલ જામી ગયો છે.

ભાવનગર શહેરમાં આજે લઘુત્તમ ઉષ્ણતામાન નજીવું ઘટીને 24.5 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ જે 24 કલાક અગાઉ 25 ડિગ્રી

...અનુસંધાનપાના નં.11

સેન્ટીગ્રેડનોંધાયું હતું. આગામી દિવસોમાં ચૈત્રી દનૈયા જે ચોમાસા માટે મહત્વના ગણાય છે તેનો આરંભ થશે ત્યારે ભાવનગર શહેરમાં વાતાવરણ ચોખ્ખુ અને ગરમી વધે તે જરૂરી છે.