• Gujarati News
  • 790 બાળકોને 7 માસ સુધી પોષક આહારનું વિતરણ કરાયું

790 બાળકોને 7 માસ સુધી પોષક આહારનું વિતરણ કરાયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરની શિશુવિહાર સંસ્થાના માધ્યમથી શહેરની 275 આંગણવાડીઓના અતિકુપોષીત 790 બાળકોને ગત સપ્ટેમ્બર 2014 થી 7 માસ સુધી હૈદ્રાબાદ મિકસચર નામક પોષક આહાર આપવામાં આવ્યો હતો. સંસ્થા દ્વારા પ્રત્યેક અઠવાડીયે બાળકદીઠ 50 ગ્રામના 4 ખોરાક દ્વારા 47.6 ટકા પ્રોટીન, 38.72 ટકા ફેટ, 107.36 ટકા ગ્લુકોઝ તથા 293.8 ટકા કાર્બોહાઇડ્રેટના ખોરાક દ્વારા બાળકોને વધારાનો પોષક આહાર અપાતા 7 માસમાં નિયત 790 બાળકોને 88480 પૂરક આહારનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. જેમાં આંગણવાડીમાં જતા બાળકોના વાલીઓએ ભાગ લીધો હતો.

આંગણવાડીઓમાં બાળકોને અપાતા મધ્યાહ્ન ભોજન ઉપરાંત દર અઠવાડીયે ચાર વખત શેકેલા ઘંઉ, ચણાદાળ, શીંગ, ગોળ અને શીંગતેલના મિશ્રમણમાંથી તૈયાર થયેલી સુખડીમાં વડોદરા સ્થિત હોમ સાયન્સ વિભાગમાં ન્યુટ્રિશન નિષ્ણાંત ડો. શિંગલત્તના માર્ગર્દશન મુજબ મહિને 88 મિલિગ્રામ આર્યન-ફોલિક એસિડનું મિશ્રણ અપાતા 7 માસ દરમિયાન 96 બાળકો સંપૂર્ણ રીતે નબળા સ્વાસ્થ્યના માપદંડોમાંથી બહાર આવ્યા છે. તેમજ આરીફભાઇ કાલવાએ પણ એપ્રિલના 3 અઠવાડીયા સુધી 790 બાળકોને 38000 પોષક આહારનું વિતરણ કરાયુ હતુ.

અનુકરણીય સત્કાર્યમાં મધુસીલિકા, ભાવનગરના ચેરમેન - એમ.ડી. રમેશભાઇ શાહ,જગદીશભાઇ ભટ્ટ, ધનંજયભાઇ ભટ્ટ તથા મંગળાબહેન િવગેરેએ સેવાઓ આપી હતી.

આંગણવાડીના 780 બાળકોને 88480 પૂરક આહારનું િવતરણ કરાયું હતું.